અગ્નિકાંડ@અમદાવાદ: સરકાર ભીનું સંકેલી રહી છે, શ્રમિકોના મોતમાં ગુજરાત પ્રથમ: કોંગ્રેસ

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદમાં થયેલા અગ્નિકાંડમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે LG હોસ્પિટલમાં 10 ઇજાગ્રસ્ત લોકોની સ્થિતિ ગંભીર છે. ફાયર સેફ્ટીની બેદરકારીથી નિર્દોષના જીવ જોખમમાં મુકાઈ રહ્યાં છે. આ તરફ આજે કોંગ્રેસના મનીષ દોશીએ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. રાજ્ય સરકાર ભીનું સંકેલી રહી હોવાનો આક્ષેપ પણ લગાવ્યો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
અગ્નિકાંડ@અમદાવાદ: સરકાર ભીનું સંકેલી રહી છે, શ્રમિકોના મોતમાં ગુજરાત પ્રથમ: કોંગ્રેસ

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદમાં થયેલા અગ્નિકાંડમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે LG હોસ્પિટલમાં 10 ઇજાગ્રસ્ત લોકોની સ્થિતિ ગંભીર છે. ફાયર સેફ્ટીની બેદરકારીથી નિર્દોષના જીવ જોખમમાં મુકાઈ રહ્યાં છે. આ તરફ આજે કોંગ્રેસના મનીષ દોશીએ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. રાજ્ય સરકાર ભીનું સંકેલી રહી હોવાનો આક્ષેપ પણ લગાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં શ્રૈય હોસ્પિટલમાં આગ બાદ પિરાણામાં સૌથી મોટી આગની દુર્ઘટના બની હતી. અમદાવાદના કાપડના ગોડાઉનના અગ્નિકાંડમાં 12 લોકોના મોત થયા છે. જ્યારે 10 જટેલા લોકો LG હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના બાદ તમામ પ્રકારની તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. અમદાવાદના પીરાણા પીપળજ અગ્નિકાંડ મામલે ફોજદારી ગુન્હો દાખલ કરવા કોંગ્રેસે માંગ કરી છે. કોંગ્રેસે કહ્યું કે, નીતિ નિયમોને નેવે મુકતા વારંવાર શ્રમિકોના મોત થયા છે. આ દુર્ઘટના બાદ ભાજપા સરકાર ભીનુ સંકેલી રહી છે.

અગ્નિકાંડ@અમદાવાદ: સરકાર ભીનું સંકેલી રહી છે, શ્રમિકોના મોતમાં ગુજરાત પ્રથમ: કોંગ્રેસ

સમગ્ર મામલે કોંગ્રેસના મનિષ દોશીએ જણાવ્યું હતુ કે, અમદાવાદમાં 2013થી 18 વચ્ચે 161 શ્રમિકોના મોત છે. 2013થી 18 વચ્ચે અન્ય જિલ્લાઓમાં 507 શ્રમિકોના મોત થયા છે. ઔદ્યોગિક એકમોમાં 2013-18 સુધીમાં 1239 શ્રમિકોના મોત થયા છે. દર વર્ષે 2થી 3 હજાર ફેક્ટરીઓમાં જ બોઈલરની તપાસ થાય છે. ઈન્‍સ્‍પેકટરો દ્વારા તપાસ કરીને નથી લેવાતા યોગ્‍ય પગલાં. કોંગ્રેસે દાવો કર્યો છે કે, ગુજરાત શ્રમિકોના મૃત્યુમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે. ગુજરાતમાં વર્ષ 2014-16માં 687 જેટલા શ્રમિકોના મૃત્યુ થયા છે. છેલ્લા 4 અઠવાડિયામાં 8થી વધુ ઔદ્યોગિક અકસ્માતો થયા છે.

અગ્નિકાંડ@અમદાવાદ: સરકાર ભીનું સંકેલી રહી છે, શ્રમિકોના મોતમાં ગુજરાત પ્રથમ: કોંગ્રેસ

અંતે સરકાર એક્શન મોડમાં આવી

પીરાણા પીપળજ અગ્નિકાંડ બાદ સરકાર અચાનક જાગી હોય તેમ રાજ્યના તમામ મનપા કમિશનરોને એક્શ ટેકન રિપોર્ટ તૈયાર કરવા આદેશ આપ્યા છે. ગેરકાયદે કેમિકલ ગોડાઉનોની તપાસ કરવા આદેશ અપાયા છે. પોલીસે ફેકટરી માલિક અને શેડ માલિકની અટકાયત કરી સદોષ માનવ વધનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.