આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા તાલુકાના દેલોલી ગામે પટેલ પરિવારના ઘરમાં શોર્ટ-સર્કીટની આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિકોએ આગ બુઝાવવાની મથામણ કરી હતી.

આ દરમ્યાન મહેસાણા ફાયર ફાયટર આવી પહોંચતા બે થી ત્રણ કલાકની ભારે જહેમતને અંતે આગ કાબુમાં આવી હતી. આગને પગલે ઘરનો સમગ્ર સામાન બળી જતા સરેરાશ ચાર લાખનું નુકશાન થયુ હોવાનું સામે આવ્યુ છે.

મહેસાણા તાલુકાના દેલોલી ગામના સુથારવાસમાં પટેલ રમેશભાઇ અને પટેલ વિષ્ણુભાઇ મફતલાલ સંયુક્ત કુટુંબમાં રહે છે. શનિવારે બપોરના સમયે પરિવારજનો ખેતરમાં ગયા હતા. આ દરમ્યાન તેમના ઘરમાં અચાનક શોર્ટ-સર્કીટથી આગ લાગતા ધુમાડાના ગોટેગોટા સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં બપોરે 12 વાગ્યે આજુબાજુના પાડોશીઓએ ઘરમાલિકને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા.

આગ બુઝાવવા ગ્રામજનોએ 30 મિનીટ મહેનત કર્યા બાદ મહેસાણા ફાયર ફાયટરનો સ્ટાફ આવી પહોંચ્યો હતો. ફાયર ફાયટર દ્વારા બે થી ત્રણ કલાકની ભારે જહેમતને અંતે આગ પર કાબુ મેળવી લેવાયો હતો.

swaminarayan

આગની ઘટનામાં ઘરમાં ફ્રીઝ, વાયરીગ, વીજ ઉપકરણ, રોકડ રકમ, ગાદલા સહિતનું ભસ્મિભૂત થઇ ગયુ હતુ. આગથી રહીશને અંદાજીત રૂ.4,00,000 (ચાર લાખ)નું નુકશાન થયુ હોવાનું મનાય છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code