આગ@તલોદ: રણાસણ ચોકડી પાસે પેટ્રોલપંપમાં આગ લાગતા દોડધામ
અટલ સમાચાર,તલોદ સાબરકાંઠાના તલોદ ખાતે શનિવારે એક જ દિવસમાં આગના બે બનાવો બન્યા હતા. જેમાં એક તલોદ-હરસોલ હાઇવે પર એક ફેકટરીમાં આગ લાગી હતી. જોકે તેમાં કોઇ જાનહાન થઇ નથી. બીજી તરફ તલોદની રણાસર ચોકડી પાસેના એક પેટ્રોલપંપમાં અચાનક આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જોકે,પેટ્રોલપંપના કર્મીઓએ આગ બુજાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આગની
Mar 30, 2019, 16:05 IST

અટલ સમાચાર,તલોદ
સાબરકાંઠાના તલોદ ખાતે શનિવારે એક જ દિવસમાં આગના બે બનાવો બન્યા હતા. જેમાં એક તલોદ-હરસોલ હાઇવે પર એક ફેકટરીમાં આગ લાગી હતી. જોકે તેમાં કોઇ જાનહાન થઇ નથી.
બીજી તરફ તલોદની રણાસર ચોકડી પાસેના એક પેટ્રોલપંપમાં અચાનક આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જોકે,પેટ્રોલપંપના કર્મીઓએ આગ બુજાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આગની ઘટનાથી પેટ્રોલપંપને મોટા નુકશાનની ભિતી સેવાઇ રહી છે.