આગ@વિજયનગરઃ ડુગરોમાં આગ લાગતા વનરાજી ભસ્મિભુત

અટલ સમાચાર, તલોદ સાબરકાંઠા જીલ્લાના જંગલોમાં અને ખેતરોમાં આગની ઘટનાઓ બંધ થવાનુ નામ લેતી નથી. ગુરૂવારે વિજયનગરના જંગલોમાં આગ લાગતા વનરાજી અને જીવજંતુઓ ભસ્મિભુત થઈ ગયા હતા. આ તરફ વન વિભાગને મોડે મોડે જાણ થતા દોડધામ મચી ગઈ છે. ઉનાળાની ગરમી કે શોર્ટસર્કીટ સહિતના કારણે આગ લાગવાની ઘટનાઓ સતત ચાલુ રહી છે. વિજયનગરના પોળોના જંગલમાં
 
આગ@વિજયનગરઃ ડુગરોમાં આગ લાગતા વનરાજી ભસ્મિભુત

અટલ સમાચાર, તલોદ

સાબરકાંઠા જીલ્લાના જંગલોમાં અને ખેતરોમાં આગની ઘટનાઓ બંધ થવાનુ નામ લેતી નથી. ગુરૂવારે વિજયનગરના જંગલોમાં આગ લાગતા વનરાજી અને જીવજંતુઓ ભસ્મિભુત થઈ ગયા હતા. આ તરફ વન વિભાગને મોડે મોડે જાણ થતા દોડધામ મચી ગઈ છે.

ઉનાળાની ગરમી કે શોર્ટસર્કીટ સહિતના કારણે આગ લાગવાની ઘટનાઓ સતત ચાલુ રહી છે. વિજયનગરના પોળોના જંગલમાં ભીષણ આગ લાગતા જીલ્લા વનઆલમને ફરી એકવાર લેશન આવ્યુ છે. આગને પગલે મોટી સંખ્યામાં વનરાજી બળીને ખાખ થઈ ગઈ છે. આ સાથે વનરાજીમાં રાચતા અનેક જીવજંતુ પણ આગની ઝપેટમાં આવતાં મોતના ખપ્પરમાં હોમાઈ ગયા છે.

સુત્રોએ જણાવ્યું હતું કે, અંદાજે 4 કિલોમીટર વિસ્તારમાં આગ ફેલાઈ ગઈ હોવાથી વન વિભાગની પૂર્વતૈયારી અને બેદરકારી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે
.