સૌપ્રથમ@ખેડબ્રહ્મા: શાળા બંધ થતા વિદ્યાર્થીઓએ રસ્તો રોક્યો, મચી દોડધામ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્માના ચાડા પાસે શાળાના વિદ્યાર્થીઓએ શનિવારે અચાનક રસ્તા રોકો લડત કરતા ખળભળાટ મચી ગયો છે. પોતાની શાળા વહીવટી કારણોસર બંધ થતા અન્ય શાળામાં તબદિલ થયેલા વિદ્યાર્થીઓ લાલઘૂમ બની છેવટે હાઇવે માર્ગ રોક્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા હાઇવે પરિવહન અટકાતા તાત્કાલિક પોલીસની ટીમ દોડી આવી હતી. સમજાવટને પગલે હાઇવે પરથી વિદ્યાર્થીઓને દૂર
 
સૌપ્રથમ@ખેડબ્રહ્મા: શાળા બંધ થતા વિદ્યાર્થીઓએ રસ્તો રોક્યો, મચી દોડધામ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્માના ચાડા પાસે શાળાના વિદ્યાર્થીઓએ શનિવારે અચાનક રસ્તા રોકો લડત કરતા ખળભળાટ મચી ગયો છે. પોતાની શાળા વહીવટી કારણોસર બંધ થતા અન્ય શાળામાં તબદિલ થયેલા વિદ્યાર્થીઓ લાલઘૂમ બની છેવટે હાઇવે માર્ગ રોક્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા હાઇવે પરિવહન અટકાતા તાત્કાલિક પોલીસની ટીમ દોડી આવી હતી. સમજાવટને પગલે હાઇવે પરથી વિદ્યાર્થીઓને દૂર કરી પરિવહન યથાવત કર્યુ હતુ.

ખેડબ્રહ્માની ગુંદેલ માધ્યમિક શાળામાં ભરતી કૌભાંડને પગલે શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી બોગસ ભરતીમાં આવેલા શિક્ષકોને ફરજમોકુફ કરતા શાળા બંધ થવાની નોબતે આવી હતી. છેલ્લા દસેક દિવસથી શિક્ષણકાર્ય બંધ થતા ડીઇઓ કચેરી દ્વારા સરેરાશ ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓને નજીક ઊંચી ધનાલ શાળામાં તબદીલ કરવામાં આવ્યા છે. જેની સામે વિદ્યાર્થીઓનો રોષ વધી ગયો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આજુબાજુના વિદ્યાર્થીઓને ગુંદેલ શાળા નજીક પડતી હતી. શાળા બંધ થતા ધો-૧૦ થી ૧૨ના વિદ્યાર્થીઓને થોડા દૂરના અંતરે જવુ પડે છે. ઊંચી ધનાલ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોઇ બેસવાની અને અપુરતા શિક્ષણની ફરીયાદ સાથે નારાજગી બની છે. આથી શનિવારે સવારે અંબાજીથી ખેડબ્રહ્મા જતા હાઇવે માર્ગ પર ચાડા નજીક વિદ્યાર્થીઓ એકઠા થઇ રસ્તો રોક્યો હતો. ઉલ્લેખનિય છે કે, ગુંદેલ શાળામાંથી તબદીલ થયેલા વિદ્યાર્થીઓ આક્રોશિત બની ફરીથી શાળા શરૂ કરાવવા જંગે ચડ્યા છે.