આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, સુઇગામ

ભાભર હાઇવે ઉપર આજે સવારે એક બાઇક અને કમાન્ડરજીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં 5 ઇસમોને નાની-મોટી ઈજાઓ થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. વધુ મળતી માહિતી મુજબ ભાભર દિયોદર હાઇવે ઉપર નવા ગંજ બજારના ગેટ પાસે આજે સવારે પૂરપાટ ઝડપે આવી રહેલ કમાન્ડર જીપ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકને હડફેટ લેતા કમાન્ડરજીપ પલટી ખાઇ જતાં તેમાં બેઠેલા 4 ને નાની મોટી ઇજાઓ થઇ હતી. બાઈક ચાલક સહિત કુલ 5 વ્યક્તિઓને ઇજાઓ થઇ હતી. અકસ્માત સર્જાતા લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. તમામ ઘાયલોને પ્રથમ ભાભર સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવાર અર્થે પાટણના ખાનગી દવાખાને રીફર કરવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code