પાંચ રાજ્યોના ચુંટણી પરીણામોથી લોકસભા ફાઈનલ માટે કોંગ્રેસ તૈયાર ઃ ભાજપ આત્મમંથન કરશે

ખેડૂતોના પ્રશ્નો, નોટબંધી, જીએસટી, રીઝર્વ બેન્ક, સીબીઆઈ, આતંકવાદી હૂમલાના પ્રશ્નોથી પરિવર્તનનો પવન ફુંકાયો લોકસભાની ચૂંટણી પહેલા સેમી ફાઈનલ માનવામાં આવતી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોથી સ્પષ્ટ સંકેત મળે છે કે, ભાજપના વળતા પાણીની શરૂઆત થઈ છે તો કોંગ્રેસ માટે પરિવર્તનની શરૂઆત થઈ છે. ભાજપે કોંગ્રેસમુકત ભાજપના સપના ઉપર હાલ પુરતું પાણી ફરી વળતું હોય તેમ લાગી રહ્યું
 
પાંચ રાજ્યોના ચુંટણી પરીણામોથી લોકસભા ફાઈનલ માટે કોંગ્રેસ તૈયાર ઃ ભાજપ આત્મમંથન કરશે

ખેડૂતોના પ્રશ્નો, નોટબંધી, જીએસટી, રીઝર્વ બેન્ક, સીબીઆઈ, આતંકવાદી હૂમલાના પ્રશ્નોથી પરિવર્તનનો પવન ફુંકાયો

લોકસભાની ચૂંટણી પહેલા સેમી ફાઈનલ માનવામાં આવતી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોથી સ્પષ્ટ સંકેત મળે છે કે, ભાજપના વળતા પાણીની શરૂઆત થઈ છે તો કોંગ્રેસ માટે પરિવર્તનની શરૂઆત થઈ છે. ભાજપે કોંગ્રેસમુકત ભાજપના સપના ઉપર હાલ પુરતું પાણી ફરી વળતું હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસે રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી છે. જ્યારે મધ્યપ્રદેશમાં માયાવતીએ કોંગ્રેસ તરફી વલણ સ્પષ્ટ કરતા ત્યાં પણ બીજેપીના વળતા પાણી દેખાઈ રહ્યા છે. તેલંગણામાં ટીઆરએસ એ સપાટો બોલાવી દીધો છે જ્યારે મિઝોરમમાં એમએનએફનો વિજય થયો છે. પાંચ રાજ્યોના ચૂંટણીના પરિણામો કેન્દ્રની મોદી સરકાર માટે ખતરાની ઘંટડી વગાડી દીધી છે. મતદારોએ મોદી સરકારની નોટબંધી, જીએસટી, ખેડૂતોનો રોષ, ન્યાયપાલિકાનો વિવાદ, પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવોના મામલે પણ ક્યાંકને ક્યાંક ભાજપને અસર પહોંચી છે. અત્યાર સુધી હવામા ઉડતા ભાજપે હવે આત્મચિંતન કરવુ પડે તેવી સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે.

રાજસ્થાન
રાજસ્થાનમાં પરિવર્તનનો પવન ફુંકાયો છે. અહીં ભાજપના ડબ્બા ડુલ થઈ ગયા છે અને વસુંધરા રાજે સરકાર ડુબી જતાં રાજીનામું ધરી દીધું છે. અહીં કોંગ્રેસને 100, ભાજપ ૭3 અને અન્ય ૨6 બેઠક મળતા બહુમતી માટેની ૧૦૦ બેઠકો કોંગ્રેસે હાંસલ કરી લીધી છે. રાજયમાં અપક્ષોએ પણ કાઠુ કાઢ્યું છે. રાજસ્થાન વિધાનસભા માટે કુલ ૩૫ કેન્દ્રો પર મત ગણતરી થઈ હતી. ૭ ડીસેમ્બરે ૨૦૦માંથી ૧૯૯ બેઠકો માટે મતદાન થયુ હતું. રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સત્તાની ખુરશી બદલાય છે. તેમ ફરી એકવાર સત્તાધારી ભાજપને હરાવી કોંગ્રેસે સત્તા આંચકી લીધી છે.

મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશમાં કુલ ૨૩૦ બેઠકોમાંથી બહુમતી માટે ૧૧૬ બેઠકો જોઈએ. જ્યારે અહી ભાજપ 111 અને કોંગ્રેસ 112 તથા અન્યને 7 બેઠક મળી છે. અહીં ત્રિશંકુ વિધાનસભાના એંધાણ મળી રહ્યા છે. રાજયમાં સત્તા આપવાની ચાવી બસપા અને અન્યોના હાથમાં આવી ગઈ છે. જેમાં માયાવતીએ તો મધ્યપ્રદેશમાં કોંગ્રેસને ટેકો આપવાની વાત કરતા ભાજપની મુશ્કેલીઓમાં વધારો થઈ ચુક્યો છે. અહીં ૭૫.૫ ટકા મતદાન થયુ હતુ અને કુલ ૨૮૯૯ ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો થઈ ગયો છે. ભાજપે તમામ ૨૩૦ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા જ્યારે કોંગ્રેસે ૨૨૯ બેઠક પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા.
છત્તીસગઢ
છત્તીસગઢમાં કુલ ૯૦ બેઠકોમાથી કોંગ્રેસ ૬7, ભાજપ ૧4 અન્યઓ 9 બેઠક પર જીત મેળવી છે. બહુમતી માટે ૪૬ બેઠકોની જરુરત સામે કોંગ્રેસને બહુમતી મળતા આ ગઢ ઉપર કોંગ્રેસે બાજી મારી લીધી છે. રાજ્યમાં પરિવર્તનનો પવન ફુંકાયો છે અને રમણસિંહ સરકારને ખુરશી ખાલી કરવાનું નક્કી થઈ ગયુ છે. સત્તાવિરોધી લહેરને કારણે ભાજપે અહીં સત્તા ગુમાવવી પડી છે. છત્તીસગઢની ૯૦ બેઠકો માટે બે તબક્કે ૧૨ નવે. અને ૨૦ નવે. મતદાન થયુ હતુ. કુલ ૭૬.૬૦ ટકા મતદાન થયુ હતું.

તેલંગણા
તેલંગણાની ૧૧૯માંથી ટીઆરએસના ખાતામાં 88 બેઠકો પર જ્યારે કોંગ્રેસ ૨૧ અને અન્યોને ૧૦ બેઠકો મળી છે. ટીઆરએસના અધ્યક્ષ ચંદ્રશેખર રાવ ફરી મુખ્યમંત્રી બનશે. તેલંગણામાં ૭મી ડીસેમ્બરે થયેલ મતદાનમાં ૧૧૯ બેઠકો માટે ૧૮૨૧ ઉમેદવારોના ભાગ્ય લખાઈ ગયા છે.

મિઝોરમ
મિઝોરમની ૪૦માથી કોંગ્રેસને ફાળે 5, એમએનએફ 26 અને અન્ય 9ને બેઠક મળી છે. અહી એમએનએફની સરકાર રચાશે. મિઝોરમની ૪૦ બેઠકો માટે ૨૮ નવેમ્બરે મતદાન થયુ હતું.