સપાટો@બનાસકાંઠા: મોટાપાયે રેતી ચોરી પકડી, એક કરોડનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) બનાસકાંઠા ખાણખનીજ વિભાગે ગેરકાયદેસર રેતી ચોરી સામે લાલ આંખ કરી છે. સતત બે દિવસની કાર્યવાહીમાં કાંકરેજ અને દિયોદર નજીકથી ત્રણ ડમ્પર સહિત એક કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રોયલ્ટી વગર બનાસ નદીમાંથી રેતી ચોરી કરતા આબાદ ઝડપાઇ જતા સરેરાશ આઠ લાખનો દંડ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. તપાસને
 
સપાટો@બનાસકાંઠા: મોટાપાયે રેતી ચોરી પકડી, એક કરોડનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

બનાસકાંઠા ખાણખનીજ વિભાગે ગેરકાયદેસર રેતી ચોરી સામે લાલ આંખ કરી છે. સતત બે દિવસની કાર્યવાહીમાં કાંકરેજ અને દિયોદર નજીકથી ત્રણ ડમ્પર સહિત એક કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રોયલ્ટી વગર બનાસ નદીમાંથી રેતી ચોરી કરતા આબાદ ઝડપાઇ જતા સરેરાશ આઠ લાખનો દંડ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. તપાસને પગલે રેતી ચોરી કરતા ઇસમોમાં ફફડાટનું વાતાવરણ બન્યુ છે.

મંગળ અને બુધવારે બનાસકાંઠા ખાણખનીજ વિભાગે હાથ ધરેલી તપાસ બાદ મોટાપાયે રેતીચોરી થતી હોવાનું સામે આવ્યુ છે. આકસ્મિક તપાસમાં ખાણ ખનીજ વિભાગે દિયોદર અને કાંકરેજ પંથકના ઉંબરી અને કંબોઇ નજીક બનાસ નદી પટમાં રેડ કરી હતી. જેમાં રોયલ્ટી પાસ વિના ગેરકાયદેસર રીતે સરકારી તિજોરીને નુકશાન પહોંચાડવાના ભાગરૂપે રેતીચોરી થતી હોવાનું પકડાઇ ગયુ હતુ.

સપાટો@બનાસકાંઠા: મોટાપાયે રેતી ચોરી પકડી, એક કરોડનો મુદ્દામાલ જપ્ત

સુત્રોએ જણાવ્યુ હતુ કે, તપાસને અંતે ખાણખનીજ વિભાગે ત્રણ ડમ્પર ઝડપી સરેરાશ એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રેતીચોરી કરનારાઓને સરેરાશ આઠ લાખનો દંડ ભરવાની નોટીસ આપવાનુ સામે આવતા રેતી ચોરી કરતા ઇસમોમાં ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનિય છે કે, બનાસકાંઠા ખાણખનીજ વિભાગની અવાર-નવારની કાર્યવાહી છતાં બનાસ નદી પટમાંથી રેતી ચોરી અટકવાનું નામ લેતી નથી.