સપાટો@બનાસકાંઠા: મધરાતે રેતી ચોરતા 9 ડમ્પર સાથે 3 કરોડનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર,પાલનપુર,ડીસા (રામજી રાયગોર-અંકુર ત્રિવેદી) બનાસકાંઠા જીલ્લાની બનાસ નદીમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર રેતીચોરીનો કાળો કારોબાર ચાલે છે. જેને લઇ સોમવારે મધરાતે બનાસકાંઠા ખાણ ખનીજ વિભગના ભુસ્તરશાસ્ત્રીએ એક મોટું ઓપરેશન પાર પાડ્યું હતુ. જેમાં તેમને રોયલ્ટી પાસ વગર રેતી ખનિજ વહન કરતા એક સાથે 9(નવ) ડમ્પર ઝડપીને સનસનાટી મચાવી દીધી છે. ખાણ ખનીજ વિભાગે બેફામ
 
સપાટો@બનાસકાંઠા: મધરાતે રેતી ચોરતા 9 ડમ્પર સાથે 3 કરોડનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર,પાલનપુર,ડીસા (રામજી રાયગોર-અંકુર ત્રિવેદી)

બનાસકાંઠા જીલ્લાની બનાસ નદીમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર રેતીચોરીનો કાળો કારોબાર ચાલે છે. જેને લઇ સોમવારે મધરાતે બનાસકાંઠા ખાણ ખનીજ વિભગના ભુસ્તરશાસ્ત્રીએ એક મોટું ઓપરેશન પાર પાડ્યું હતુ. જેમાં તેમને રોયલ્ટી પાસ વગર રેતી ખનિજ વહન કરતા એક સાથે 9(નવ) ડમ્પર ઝડપીને સનસનાટી મચાવી દીધી છે.

સપાટો@બનાસકાંઠા: મધરાતે રેતી ચોરતા 9 ડમ્પર સાથે 3 કરોડનો મુદ્દામાલ જપ્ત

ખાણ ખનીજ વિભાગે બેફામ રોયલ્ટી ચોરી કરતા ડમ્પર ચાલકો અને માલિકો સામે લાલ આંખ કરી છે. બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રીએ બાતમીને આધારે સોમવારે મધરાતે થાવર ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન તેમને રોયલ્ટી પાસ વગર રેતી ખનિજ વહન કરતા એક સાથે 9(નવ) ડમ્પર ઝડપી પાડયા હતા.

ભુસ્તરશાસ્ત્રીએ 9(નવ) ડમ્પર સહિત અંદાજે ત્રણ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને થાવર ચેકપોસ્ટ પર રાખવામાં આવેલ છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, સમગ્ર કેસમાં 20 લાખથી વધુના દંડ વસુલાતની શક્યતા છે.