સપાટો@પાલનપુર: ચોરીના 9 મોટરસાઇકલ સાથે 4 ઇસમો પોલીસના સકંજામાં

અટલ સમાચાર, સુઇગામ,ડીસા,કાંકરેજ (દશરથ ઠાકોર,અંકુર ત્રિવેદી,રામજી રાયગોર) બનાસકાંઠા પોલીસ અધિક્ષક દ્રારા જીલ્લામાં બનતા મીલ્કત સંબધી ગુન્હાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સુચના કરતા પી.એલ.વાઘેલા I/C પોલીસ ઇન્સ્પેકટર તથા એ.એ. ચૌધરી પો.સ.ઇ. ક્રાઇમ બ્રાન્ચ પાલનપુરના તથા તેમની ટીમ પોલીસ સ્ટાફના માણસો સાથે તા.11/08/2019ના રોજ દિયોદર પો.સ્ટે. વિસ્તારમાં મીલ્કત સંબધી ગુન્હાઓ લગત પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન એ.એ.ચૌધરી પો.સ.ઇ.
 
સપાટો@પાલનપુર: ચોરીના 9 મોટરસાઇકલ સાથે 4 ઇસમો પોલીસના સકંજામાં

અટલ સમાચાર, સુઇગામ,ડીસા,કાંકરેજ (દશરથ ઠાકોર,અંકુર ત્રિવેદી,રામજી રાયગોર)

બનાસકાંઠા પોલીસ અધિક્ષક દ્રારા જીલ્‍લામાં બનતા મીલ્‍કત સંબધી ગુન્‍હાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સુચના કરતા પી.એલ.વાઘેલા I/C પોલીસ ઇન્‍સ્‍પેકટર તથા એ.એ. ચૌધરી પો.સ.ઇ. ક્રાઇમ બ્રાન્‍ચ પાલનપુરના તથા તેમની ટીમ પોલીસ સ્‍ટાફના માણસો સાથે તા.11/08/2019ના રોજ દિયોદર પો.સ્‍ટે. વિસ્‍તારમાં મીલ્‍કત સંબધી ગુન્‍હાઓ લગત પેટ્રોલીંગમાં હતા.

સપાટો@પાલનપુર: ચોરીના 9 મોટરસાઇકલ સાથે 4 ઇસમો પોલીસના સકંજામાં

આ દરમ્યાન એ.એ.ચૌધરી પો.સ.ઇ. એલ.સી.બી. પાલનપુરને બાતમી મળતા કાંન્તીજી ઉર્ફે લાલો છનાજી ઠાકોર રહે.રાંણકપુર તા.કાંકરેજ જી. બનાસકાંઠા, વનરાજજી ઉર્ફે કાળુ અશોકજી.ઠાકોર(પરમાર) રહે.જાપટપુરા લોટીયાવાસ થરા તા.કાંકરેજ, કિરણભાઇ કરસનભાઇ રાજપુત રહે. લવાણા તા. લાખણી તથા રમેશભાઇ ઉર્ફે ટીનાભાઇ રામસુંગભાઇ શીરવાડીયા (જોષી) રહે.શીરવાડા તા.કાંકરેજવાળાઓને ઝડપી તેઓની પુછપરછ દરમ્‍યાન મોટર સાયકલ ચોરીના કુલ-૯ કબજે કરી થરા પોલીસ સ્‍ટેશનનો એક ગુન્‍હો તથા પાટણ જીલ્‍લાના ગુન્‍હાઓની ચોરીઓનો ભેદ ઉકેલી કુલ ૯ મો.સા.ની કિ.રૂ. 2,30,000નો મુદૃામાલ સી.આર.પી.સી. કલમ 102 મુજબ કબજે કરવામાં આવેલ છે અને ચારેય ઇસમો વિરૂધ્‍ધ દિયોદર પો.સ્‍ટે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ઇસમો પાસેથી કબજે કરેલ મોટરસાયકલોનુ વર્ણન

➡(1) એક હીરો એચ.એફ. ડીલક્ષ કંપનીનુ મો.સા. જે કાળા કલરનુ લાલ સીલ્વર કલરના પટ્ટાવાળુ છે જેની આગળ નંબર પ્લેટ અડધી તુટેલ છે. પાછળ નંબર પ્‍લેટ જોતાં નંબર પ્‍લેટ ઉપર અંગ્રેજીમાં દિલકા રાજા અને તેની નીચે નંબર GJ-08 BJ-6519 લખેલ છે. જેનો એન્જીન નંબર જોતાં HA11EFD9H44593 તથા ચેચીસ નંબર જોતાં MBLHA11EWD9H39073 લખેલ છે. જે મોટર સાઇકલ જુના જેવુ જેની કી.રૂ.૧૫,૦૦૦/-ની ગણી તપાસ અર્થે કબજે લીધેલ છે.

➡(2) એક સુપર સ્પ્લેન્ડર પ્લસ કંપનીનુ મો.સા. જે કાળા કલરનુ જેની આગળ પાછળ નંબર લખેલ નથી જેનો એન્જીન નંબર જોતાં JA05ECF9F39037તથા ચેચીસ નંબર જોતાં MBLJA05EMF9F03440 લખેલ છે. જે મોટર સાઇકલ જુના જેવુ જેની કી.રૂ. ૧૫,૦૦૦/- ની ગણી તપાસ અર્થે કબજે લીધેલ છે.

➡(3) એક હીરો સી.ડી. ડીલક્ષ કંપનીનુ મો.સા. જે કાળા કલરનુ સીલ્‍વર પર્પલ પટ્ટાવાળુ છે જેની આગળ પાછળ નંબરપ્લેટ લખેલ નથી.જેના શો ઉપર જય ગોગા રાજપુત લખેલ છે જેનો એન્જીન નંબર HA11EFD9F03134 તથા ચેચીસ નંબર જોતાં ઘસી કાઢી નાંખેલ જણાય છે.જે મોટર સાઇકલ જુના જેવુ જેની કી.રૂ.૨૦,૦૦૦/-ની ગણી તપાસ અર્થે કબજે લીધેલ છે.

➡(4) એક હોન્ડા સાઇન કંપનીનુ મો.સા. જે કાળા કલરનુ જે કાળા લાલ સીલ્‍વર પટ્ટાવાળુ જેની આગળ પાછળ નંબર લખેલ નથી જેનો એન્જીન નંબર જોતાં JC36E7050591 તથા ચેચીસ નંબર જોતાં ME4JC36KEC 7015159 લખેલ છે. જે મોટર સાઇકલ નવા જેવુ જેની કી.રૂ. 3૫,૦૦૦/- ની ગણી તપાસ અર્થે કબજે લીધેલ છે.

➡(5) એક એચ.એફ સી.ડી. ડીલક્ષ કંપનીનુ મો.સા. જે કાળા કલરનુ લાલ સીલ્‍વર પટ્ટાવાળુ જેની આગળ નંબર લખેલ નથી પાછળ નંબર પ્લેટ ઉપર જયગોગા જી.જે.-૦૮ એ.એચ. ૧૮૦૫ લખેલ છે. જેનો એન્જીન નંબર જોતાં HA11EDC9H01835 તથા ચેચીસ નંબર જોતાં MBLHA11ERC9H00993 લખેલ છે. જે મોટર સાઇકલ જુના જેવુ જેની કી.રૂ. ૧૫,૦૦૦/- ની ગણી તપાસ અર્થે કબજે લીધેલછે.

➡(6) એક હીરો એચ.એફ. ડીલક્ષ કંપનીનુ મો.સા. જે કાળા કલરનુ લાલ સફેદ પટ્ટાવાળુ જેની આગળ પાછળ નંબર લખેલ નથી જેનો એન્જીન નંબર જોતાં HA11EJG4E01729તથા ચેચીસ નંબર જોતાં MDLHA11ATG4E01792 લખેલ છે. જે મોટર સાઇકલ નવા જેવુ જેની કી.રૂ. 3૫,૦૦૦/- ની ગણી તપાસ અર્થે કબજે લીધેલ છે.

➡(7) એક બજાજ પલ્સર ૧૫૦ સી.સી. કંપનીનુ મો.સા. કાળા કલરનુ જેના શો ઉપર ક્રિષ્ણ લખેલ છે. જેની આગળ પાછળ નંબર લખેલ નથી જેનો એન્જીન નંબર જોતાં DHZWFA03178તથા ચેચીસ નંબર જોતાં MD2A11CZ3FWA02720 લખેલ છે. જે મોટર સાઇકલ નવા જેવુ જેની કી.રૂ. ૫૦,૦૦૦/- ની ગણી તપાસ અર્થે કબજે લીધેલ છે.

➡(8) એક હીરો પેશન પ્રો. કંપનીનુ મો.સા. જે કાળા કલરનુ આગળ પાછળ નંબર લખેલ નથી જેનો એન્જીન નંબર જોતાં HA10ENCGH16832તથા ચેચીસ નંબર જોતાં MDLHA 10AWCGH36158 લખેલ છે. જે મોટર સાઇકલ જુના જેવુ જેની કી.રૂ. 3૦,૦૦૦/- ની ગણી તપાસ અર્થે કબજે લીધેલ છે.

➡(9) એક હીરોહોન્ડા સ્પલેન્ડર પ્લસ કાળા કલરનુ લાલ બ્લ્યુ પટ્ટાવાળુ આગળ પાછળ નંબર લખેલ નથી જેના શો ઉપર રાજપુતાના લખેલ છે. જેનો એન્જીન નંબર જોતાં HA10EFBHB48184તથા ચેચીસ નંબર જોતાં MDLHA 10EYDHD27461 લખેલ છે. જે મોટર સાઇકલ જુના જેવુ જેની કી.રૂ. ૧૫,૦૦૦/- ની ગણી તપાસ અર્થે કબજે લીધેલ છે.

સપાટો@પાલનપુર: ચોરીના 9 મોટરસાઇકલ સાથે 4 ઇસમો પોલીસના સકંજામાં