આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

વાગડોદ પો.સ્ટે.ની હદમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-1104 કિં.રૂ.91,728 ભરેલ કમાન્ડર જીપ નંગ-૦2 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં.રૂ.2,58,128ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પાટણ એલ.સી.બી. ટીમે ઝડપી પાડયા છે.

પો.સબ.ઇન્સ.વાય.કે.ઝાલા,એ.એસ.આઇ.ભાણજીજીસુરજજી, અ.હેડ.કોન્સ. ભરતસિંહ પ્રભાતજી, અ.હે.કો. કિર્તિસિંહ અનુજી, અ.પો.કો. કુલદીપકુમાર લક્ષ્મીદાસ, અ.પો.કો. મહેન્દ્રસિહ શંભુજી, અ.પો.કો.જીતેન્દ્રકુમાર ગોવિંદભાઇ, અ.પો.કો. રોહીતકુમાર લક્ષ્મણભાઇ સહિતનાએલ.સી.બી. સ્ટાફના માણસો સાંપ્રા ગામેથી (1) મનોહરલાલ ભાખરારામ બીશ્નોઇ રહે.કુરાડોની ધાણી સાંકડ તા.સાંચોર જી.ઝાલોર રાજસ્થાન (2) પુનમારામ વક્તારામ બીશ્નોઇ રહે.પુર તા.સાંચોર જી.ઝાલોર રાજસ્થાનને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ- 624 કિ.રૂ. 51,168 ભરેલ કમાન્ડર ગાડી નંબર G.J..૦9 B 2703 કી.રૂ.1,00,000ની તથા બંન્ને ઇસમોની અંગજડતીમાંથી મોબાઇલ નંગ- 2 કી.રૂ.1000ના કુલ મુદામાલ કી.રૂ.1,52,168 સાથે પકડી પાડેલ સદરી ઇસમોએ જણાવેલ કે સદર વિદેશી દારુનો જથ્થો બંસીરામ ઝાલારામ બિશ્નોઇ રહે.સાંકડ તા.સાંચોર જી.ઝાલોર રાજસ્થાનના જણાવ્યા પ્રમાણે યાદવ ચીરાગકુમાર અલ્પેશભાઇ રહે.હારીજને આપવાનો હતો. જેથી તમામ ઇસમો વિરૂધ્ધ વાગડોદ પો.સ્ટે.માં ગુન્હો રજી. કરાવી આગળની તપાસ તજવીજ સારૂ વાગડોદ પો.સ્ટે.ને સોંપેલ છે.

દારૂના બીજા કેસમાં પો.સબ.ઇન્સ. વાય.કે.ઝાલા, અ.હેઙ.કોન્સ. અમિતસિંહ માનસિંહ, અ.પો.કોન્સ. વિનોદકુમાર પુનાભાઈ,અ.પો.કોન્સ નવાઝશરીફ ગુલામરસુલભાઈ,અ.પો.કોન્સ. ધવલકુમાર ભગવાનભાઈ સહિત એલ.સી. બી. સ્ટાફના માણસોએ સરિયદ ગામેથી બિશ્નોઇ ગણપતલાલ હરલાલજી રહે-સાંકળ પો.સ્ટ-સાંકળ તા-સાંચોર જી-જાલોર રાજસ્થાનને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ- 480 કિ.રૂ.40,560 ભરેલ કમાન્ડર ગાડી નંબર GJ-02-A-3614 કી.રૂ.65,000ની તથા અંગજડતીમાંથી મોબાઇલ નંગ- 1 કી.રૂ.400 નાકુલ મુદામાલ કી.રૂ. 1,05,960ના મુદામાલ સાથે પકડી પાડેલ સદરી ઇસમએ જણાવેલ કે સદર વિદેશી દારુનો જથ્થો બિશ્નોઈ લાદુરામ ભાખરારામ રહે રહે, સાંકળ, પોસ્ટ સાંકળ સાંચોર થી રાણીવાડા રોડ પો.સાંકળ તા.સાંચોર જી.જાલોર વાળાઓએ ભરાવેલ હોઈ અને બહેચરાજી મુકામે રેહતા જીતુભા દરબારને આપવાનો હતો. જેથી તમામ ઇસમો વિરૂધ્ધ વાગડોદ પો.સ્ટે.માં ગુન્હો રજી. કરાવી આગળની તપાસ તજવીજ સારૂ વાગડોદ પો.સ્ટે.ને સોંપેલ છે. આમ એક જ દિવસમાં વાગડોદ પો.સ્ટે.ની હદમાંથી પ્રોહી. ના 2(બે) ગણનાપાત્ર કેશો શોધી કાઢવામાં પાટણ એલ.સી.બી.ને સફળતા મળેલ છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code