સપાટો@શામળાજી: લાકડાની આડમાં લઇ જવાતો 8.16 લાખનો દારૂ કબજે લેવાયો

અટલ સમાચાર,ભિલોડા અરવલ્લી જીલ્લાના શામળાજી પાસે ગણતરીના કલાકોમાં દારૂની મોટાપાયે થતી હેરાફેરી ઝડપી પાડી છે. છેક રાજસ્થાનથી લાકડાની આડમાં અમદાવાદ લઇ જવાતો દારૂ શામળાજી પોલીસે બાતમીને આધારે ઝડપી લીધો હતો. ગણતરીના કલાકોમાં દારૂના બે ઓપરેશન પાર પાડી સરેરાશ 18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રવિવારે રતનપુર ચેકપોસ્ટથી બે ટ્રક અને છોટાહાથી દારૂની હેરાફેરી
 
સપાટો@શામળાજી: લાકડાની આડમાં લઇ જવાતો 8.16 લાખનો દારૂ કબજે લેવાયો

અટલ સમાચાર,ભિલોડા

અરવલ્લી જીલ્લાના શામળાજી પાસે ગણતરીના કલાકોમાં દારૂની મોટાપાયે થતી હેરાફેરી ઝડપી પાડી છે. છેક રાજસ્થાનથી લાકડાની આડમાં અમદાવાદ લઇ જવાતો દારૂ શામળાજી પોલીસે બાતમીને આધારે ઝડપી લીધો હતો. ગણતરીના કલાકોમાં દારૂના બે ઓપરેશન પાર પાડી સરેરાશ 18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રવિવારે રતનપુર ચેકપોસ્ટથી બે ટ્રક અને છોટાહાથી દારૂની હેરાફેરી કરતા ઝડપાઇ ગયા હતા.

સપાટો@શામળાજી: લાકડાની આડમાં લઇ જવાતો 8.16 લાખનો દારૂ કબજે લેવાયો

શામળાજી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. મનીષ વસાવા અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં બાતમી આધારે વેણપુર ગામની સીમમાંથી પસાર થતી ટ્રકને અટકાવી તપાસ કરવામાં આવી હતી. આ દરમ્યાન રાજસ્થાનથી લાકડાની આડમાં અમદાવાદ લઇ જતા વિદેશી દારૂની પેટી નંગ-158, કુલ બોટલ-1896 પકડી લેવામાં આવી હતી. શામળાજી પોલીસે રૂ.8,16,000નો દારૂ તેમજ 7,00,000ની ટ્રક સહિત 15,18,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સપાટો@શામળાજી: લાકડાની આડમાં લઇ જવાતો 8.16 લાખનો દારૂ કબજે લેવાયો

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

સમગ્ર કાર્યવાહી દરમ્યાન શામળાજી પોલીસે ટ્રક ચાલક હિમ્મતસિંહ અભયસિંહ ચુંડાવત અને દિલીપ ઉદયલાલ જાટ (બંને,રહે રાજસ્થાન)ની સઘન પુછપરછ કરતા ઘટસ્ફોટ કર્યો હતો. જેમાં જે.એમ. ટીમ્બરના માલિક સતનારાયણ મેનોરિયા (રહે,રાજસ્થાન)વાળાએ દારૂનો મોટો જથ્થો અમદાવાદ પહોંચાડવા કાવતરૂ રચ્યુ હતુ. આથી શામળાજી પોલીસે ઝડપાયેલા આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સપાટો@શામળાજી: લાકડાની આડમાં લઇ જવાતો 8.16 લાખનો દારૂ કબજે લેવાયો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, રવિવારે વધુ એક છોટા હાથી પણ દારૂની હેરાફેરી કરતા ઝડપી લેવાયુ હતુ. જેમાં અણસોલ ગામની સીમમાંથી છોટા હાથીમાં સંતાડીને લઇ જવાતા વિદેશી દારૂની બોટલ નંગ-180 કીં.રૂ.72,000નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. શામળાજી પોલીસે મુકેશ ધનરાજ જાટ (રાજસ્થાન)ની ધરપકડ કરી છોટા હાથી અને મોબાઈલ મળી કુલ રૂ.2,73,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરમ્યાન છોટાહાથીમાં વિદેશી દારૂ ભરી આપનાર પુષ્કરલાલ ડાંગી અને લક્ષ્મણ કિશનલાલ જાટ (બંને,રાજસ્થાન) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.