ગુજકેટની પરીક્ષાના પગલે વિવિધ નિયમોનું પાલન કરવા આદેશ અપાયો

અટલ સમાચાર, મહેસાણા ગુજકેટની પરીક્ષાના પગલે પરીક્ષાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે વિવિધ નિયમોનું પાલન કરવાનો આદેશ કરેલ છે. જેમાં પરીક્ષા સ્થળેથી 200 મીટરના વિસ્તારમાં પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર પરીક્ષાર્થી તથા પરીક્ષા કામગીરીમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓ સિવાય અન્ય કોઇ અનઅધિકૃત વ્યકિતઓએ પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવું નહીં. પરીક્ષા કેન્દ્રોના સ્થળે પરીક્ષા દરમિયાન ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા તેમજ
 
ગુજકેટની પરીક્ષાના પગલે વિવિધ નિયમોનું પાલન કરવા આદેશ અપાયો

અટલ સમાચાર, મહેસાણા

ગુજકેટની પરીક્ષાના પગલે પરીક્ષાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે વિવિધ નિયમોનું પાલન કરવાનો આદેશ કરેલ છે. જેમાં પરીક્ષા સ્થળેથી 200 મીટરના વિસ્તારમાં પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર પરીક્ષાર્થી તથા પરીક્ષા કામગીરીમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓ સિવાય અન્ય કોઇ અનઅધિકૃત વ્યકિતઓએ પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવું નહીં. પરીક્ષા કેન્દ્રોના સ્થળે પરીક્ષા દરમિયાન ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા તેમજ કોપી રાઈટ કે ડુપ્લીકેટ પ્રશ્નપત્રો કે તેના ઉત્તરો કોપીંગ મશીન દ્વારા કોપી ન થાય તે માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, સંચાલકો, વહીવટી કર્મચારીઓ, જાહેર જનતા કે ફરજ પરના તમામ પ્રકારના સરકારી કર્મચારીઓ પરીક્ષા સંબધી ચોરી ગણાય તેવી કોઈ વસ્તુ અથવા ઈલેક્ટ્રોનિક આઈટમ જેવી કે પેજર, મોબાઈલ, ફોન કેલક્યુલેટર વગેરે પુસ્તક, કાપલી, ઝેરોક્ષ નકલો પરીક્ષા સ્થળમાં લઈ જવા નહીં કે તેનું વહન કરવા મદદગારી કરવી નહિ તેમજ તેવી કોઈપણ વસ્તુ રાખી પરીક્ષા સ્થળમાં પ્રવેશવું નહી. પરીક્ષા ખંડમાં શાંતિપુર્ણ રીતે પરીક્ષા આપતા પરાક્ષાર્થીઓ અન્ય કોઈ વ્યક્તિ અથવા પરાક્ષાર્થી જાતે ચોરી કરીને-કરાવીને કરવામાં મદદગાી કરીને અથવા ભય પહોંચે તેવું કૃત્ય કરવું નહિ જેનું પાલન 26 એપ્રિલ 2019ના રોજ સવારે 8-00 કલાકે સાંજે 17-00 કલાક દરમિયાન કરવાનું રહેશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હર્ષદ વોરાએ જણાવ્યું હતું.