આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડીસા

બનાસકાંઠાની ડીસા જી.આઈ.ડી.સી.માં છેલ્લા કેટલાય સમયથી ડુપ્લીકેટ તેલનું વેચાણ થઈ રહ્યુ હોવાનું સ્થાનિકોમાં ચર્ચા ચાલતી હતી. આ દરમ્યાન જીલ્લા ફુડ એકમને ધ્યાને આવતા સ્થળ ઉપર જઇ તેલના નમુના લેવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેને પગલે જીલ્લા વેપારી આલમમાં ખળભળાટ મચી ગયો છે.
વિગત અનુસાર બનાસકાંઠાની ડીસા જીઆઇડીસીમાં બનાવટી વસ્તુઓનું ધુમ વેચાણ થતુ હોવાની ફરીયાદ વારંવાર ઉઠતા સોમવારે પાલનપુર ફુડ & ડ્રગ્સ વિભાગે તપાસ શરૂ કરી હતી.

જેમાં જીઆઈડીસીમાં આવેલી જાગનાથ ટ્રેડિંગ ઓઈલમીલમાં તેલમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદના પગલે તપાસ કરવામાં આવી હતી.

જાગનાથ ટ્રેડિંગ પર દરોડામાં સોયા અને રાયડા તેલમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. જેથી ફૂડ વિભાગની ટીમે તેલની મિલમાંથી સેમ્પલ લઇ ચકાસણી અર્થે મોકલવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. ફુડ એકમની કાર્યવાહીથી જીઆઈડીસી વિસ્તારના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો
.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code