આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,  મહેસાણા

મહેસાણામાથી કેબલવાયર તથા ખીલાસરીની ચોરીના ગુનામાં છેલ્લા 6 વર્ષથી  નાસતાે ફરતાે આરોપી વિના વોરંટના ગુનામાં ઝડપી પાડી પોલીસે ગુનો નોંધ્યો છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી આધારે મહેસાણા પોલીસ અધિક્ષકની સુચના મુજબ નાસતા ફરતા પેરોલના ફરાર આરોપીઓને ત્વરીત ઝડપી લેવા.  જેથી મહેસાણા પેરોલ ફ્લો સ્‍કોર્ડના PSI કે.ડી.બારોટ એ.એસ.આઈ. કિરીટભાઈ તથા હેડ કોન્સ ભાનુભાઈ, મલયભાઈ, નરેન્દ્રસિંહ, હરેન્દ્રસિંહ, શલેશભાઈ, ભરતભાઇ સહિતનો પોલીસ સ્ટાફ વોચમાં હતો. આ દરમિયાન  હકીકત મળેલ કે મહેસાણાના સાંથલ, બહુચરાજી પોલીસ સ્ટેશનના કેબલવાયર તથા ખીલાસળીની ચોરી કરનાર આરોપી શહેરમા હાજર છે.  જેને લઈ પોલીસ સતર્ક બની હતી અને આરોપી ડફેર બલી તેયબ રમજાન રહે.અમરાપુરપાર્ટી તા.સમી,  જિ.પાટણવાળાને પાચોટ બાયપાસ સર્કલે કોર્ડન કરી સ્થળ ઉપર જ દબોચી લીધો હતો. જે અંગે ગુનો નોંધી વધુ તપાસ મહેસાણા તાલુકા પોલીસ ચલાવી રહી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code