આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.
અટલ સમાચાર. અંબાજી(અરવિંદ અગ્રવાલ)
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર હાર્દિક પટેલ માં અંબે ના દર્શન કરવા પહોચ્યા છે. અંબાજીમાં હાર્દિક પટેલે મંદિરમાં મા દુર્ગાના આર્શીવાદ લીધા હતા. ત્યારબાદ હાર્દિક પટેલ દિવસ દરમિયાન બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કોંગ્રેસના કાર્યકરોને મળી લોકસંપર્ક પણ શરૂ કરનાર છે. આગામી દિવસોમાં આઠ વિધાનસભાની ચૂંટણી અને ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવનાર છે. આવા સમયે હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવી નિષ્ક્રિય રહેલી કોંગ્રેસ ગુજરાતમાં ફરી સત્તા હાસલ કરવા કમરકસી હોય તેવું લાગી રહ્યુ છે.
મંગળવારે બપોરના સુમારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ અંબે ના દર્શન કરવા અંબાજી આવી પહોંચ્યા હતા. હાર્દિક પટેલે અંબાજી મંદિરમાં માં અંબે ના દર્શન કરી અને અંબાજી દાંતા મત વિસ્તારના કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડે સર્કિટ હાઉસ ખાતે બેઠક કરી હતી અને અનેક મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરી હતી. ત્યારે અંબાજી કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પણ અમુક અંબાજીના સ્થાનિક મુદ્દાઓને રજૂઆત પણ કરવામાં આવી હતી. હાર્દિક સાથે કોંગ્રેસ ના ધારાસભ્યો જોડાયા હતા. અંબાજી મંદિર ના શક્તિ દ્વાર થી પ્રવેશ મેળવી લાઈન મા દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિર ખાતે કોંગ્રેસ ના કાર્યકર્તા હાજર રહ્યા હતા. બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી પણ હાજર રહ્યા, પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ પણ હાજર રહ્યા હતા.

ત્યારે સરકાર  વિરુદ્ધ અમુક મુદ્દાઓની રજૂઆત કરતા હાર્દિક પટેલે એવું જણાવ્યું હતું કે આ સરકાર 20 વર્ષથી સત્તામાં છે તેનો લાભ ઉઠાવી રહી છે. આપણે આમ જનતા સુધી પહોંચી અને આપણી પાર્ટીનો પ્રચાર કરવો જોઈએ સહિત જનતાના અનેક મુદ્દાઓ કેજે રોડ રસ્તા હોસ્પિટલ સહિતના મુદ્દાઓ જે છે તે ગુજરાતનાં ૧૮ હજાર ગામો સુધી પહોંચી અને રોડ રસ્તા સહિતના જેવા મુદ્દાઓને સરકાર સુધી પહોંચાડી અને સત્વરે આનું નિરાકરણ લાવવા વિરોધ પક્ષમાં અને ટૂંક સમયમાં સત્તા પક્ષમાં નિવારણ લાવશો તેઓ પણ મીડિયા સમક્ષ હાર્દિક પટેલે જણાવ્યું હતું. સરકાર ફક્ત અમદાવાદ અને ગાંધીનગર ને જ ગુજરાત ગણે છે પરંતુ એક નાનું ગામ પણ ગુજરાતમાં ગણાય છે તેથી સમગ્ર ગુજરાતનો વિકાસ થવો જોઈએ.
04 Aug 2020, 8:55 AM (GMT)

COVID-19 Global Stats

18,463,215 Total Cases
697,730 Death Cases
11,691,457 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code