ઇતિહાસમાં પ્રથમવાર ટાટાની કંપનીના CEOના પગારમાં 20%નો ઘટાડો થશે

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસ મહામારીથી થયેલા નુકસાનની ભરપાઈ માટે ટાટા સમુહ પોતાના ઈતિહાસમાં પ્રથમવાર ટાટા સન્સના ચેરમેન તથા સહાયક કંપનીઓના બધા સીઈઓના વેતનમાં લગભગ 20 ટકાનો ઘટાડો કરશે. કંપનીના આ પગલાનો ઉદ્દેશ્ય કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા તથા કંપનીઓની વ્યવહારીતાની ખાતરી કરવાનો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ગ્રુપની સૌથી મહત્વની અને સૌથી
 
ઇતિહાસમાં પ્રથમવાર ટાટાની કંપનીના CEOના પગારમાં 20%નો ઘટાડો થશે

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસ મહામારીથી થયેલા નુકસાનની ભરપાઈ માટે ટાટા સમુહ પોતાના ઈતિહાસમાં પ્રથમવાર ટાટા સન્સના
ચેરમેન તથા સહાયક કંપનીઓના બધા સીઈઓના વેતનમાં લગભગ 20 ટકાનો ઘટાડો કરશે. કંપનીના આ પગલાનો ઉદ્દેશ્ય કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા તથા કંપનીઓની વ્યવહારીતાની ખાતરી કરવાનો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગ્રુપની સૌથી મહત્વની અને સૌથી વધુ નફો આપનારી કંપની ટાટા કન્સલ્ટન્સી સેવાઓએ સૌથી પહેલા પોતાના સીઈઓ રાજેશ ગોપીનાથનના પગારમાં ઘટાડાની જાહેરાત કરી હતી. ઇન્ડિયા હોટલ્સ પહેલા જ કહી ચુકી છે કે તેનું વરિષ્ઠ નેતૃત્વ આ ક્વાર્ટરમાં પોતાના પગારનો એક ભાગ કંપનીને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે આપશે. ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા પાવરસ ટ્રેન્ટ, ટાટા ઇન્ટરનેશનલ, ટાટા કેપિટલ તથા વોલ્ટાસના સીઈઓ તથા એમડી પણ ઓછો પગાર લેશે. કંપનીના આ પગલાની જાણકારી રાખનાર અધિકારીઓએ કહ્યુ કે, ચાલુ નાણાકીય વર્ષના બોનસમાં પણ ઘટાડો થશે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ટાટા ગ્રુપના એક સર્વોચ્ચ સીઈઓએ નામ ન જાહેર કરવાની શરત પર કહ્યુ, ટાટા સમુહના ઈતિહાસમાં આવો સમય ક્યારેય આવ્યો નથી અને આ સમયે કારોબારને બચાવી રાખવા માટે કેટલાક આકરા નિર્ણય કરવાની જરૂર છે. તેમણે કહ્યુ, યોગ્ય નેતૃત્વની ખાતરી કરવા માટે અમે બધા આ પગલું સહાનુભૂતિની સાથે ઉઠાવશું. ટાટા સમુહની સંસ્કૃતિ રહી છે કે જ્યાં સુધી સંભવ થઈ શકે, કર્મચારીઓના હિતોની રક્ષા થાય.