file p;hoto
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

ક્રીડાભારતી દ્વારા રાજ્યમાં પ્રથમ વખત 43 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની માતાઓને વીરમાતા જીજાબાઇ પુરસ્કારથી સન્માનિત કરાઇ હતી. છત્રપતિ શિવાજી મહારાજે વિપરિત પરિસ્થિતિઓમાં સાથીઓ સાથે રાષ્ટ્રના નિર્માણના આદર્શો રજૂ કર્યા, તેમનામાં બહાદુરી, ધીરજ, રાષ્ટ્રભકિત, નિર્ણયશકિત ભરવાનું કામ માતા જીજાબાઇએ કર્યુ હતું. માતા જીજાબાઇના યોગ્ય ઉછેરને લીધે શિવાજી મહારાજ રાષ્ટ્રના નિર્માણ કાર્યમાં જીવન સમર્પિત કરી શકયા. રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં રાષ્ટ્રનું ગૌરવ વધારનાર ખેલાડીઓને સરકાર દ્વારા, વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન પ્રાપ્ત થાય છે. પરંતુ ખેલાડીઓ પાછળ પોતાનું જીવન સમર્પિત કરનાર તેમના માતા-પિતાને સમાજ ઓળખતો હોતો નથી. આ માટે ક્રીડા ભારતી આવા ખેલાડીઓની માતાઓને સન્માનિત કરવા માટે વીરમાતા જીજાબાઇ પુરસ્કાર પ્રદાન કરી ગૌરવ અપાય છે. ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ક્રીડાભારતીના અખિલ ભારતીય મહામંત્રી રાજ ચૌધરી, આરએસએસના પ્રાંત સહ કાર્યવાહક શૈલેષ પટેલ, રમેશભાઇ પ્રજાપતિ પ્રાંત ક્રીડા ભારતી હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code