આગાહી@દેશ: વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ ફરી સક્રિય થતાં આ રાજ્યોમાં વરસાદ આવી શકે, ખેડૂતો ચિંતિત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે દેશમાં અનેક ભાગોમાં વાતાવરણમાં ફરી એકવાર ફેરફાર જોવા મળી શકે છે. ઉત્તર હિમાલયના ક્ષેત્રમાં એક વાર ફરી વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ સક્રિય છે. ભારત હવામાન વિભાગના જણાવ્યાનુસાર વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના અસરના કારણે જમ્મુ કાશ્મીરથી લઈ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના અનેર વિસ્તારોમાં બરફવર્ષા અને વરસાદ થઈ શકે છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
આગાહી@દેશ: વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ ફરી સક્રિય થતાં આ રાજ્યોમાં વરસાદ આવી શકે, ખેડૂતો ચિંતિત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે દેશમાં અનેક ભાગોમાં વાતાવરણમાં ફરી એકવાર ફેરફાર જોવા મળી શકે છે. ઉત્તર હિમાલયના ક્ષેત્રમાં એક વાર ફરી વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ સક્રિય છે. ભારત હવામાન વિભાગના જણાવ્યાનુસાર વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના અસરના કારણે જમ્મુ કાશ્મીરથી લઈ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના અનેર વિસ્તારોમાં બરફવર્ષા અને વરસાદ થઈ શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હવામાન વિભાગથી મળતી માહીતિ મુજબ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ- બાલટિસ્તાન, મુજફ્ફરાબાદ સહિત હિમાચલ પ્રદેશમાં વરસાદ થઈ શકે છે. ઉત્તરાખંડના ઉત્તર ક્ષેત્રોમાંથી વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ ના કારણે 9અને 10 ફેબ્રુઆરીએ વરસાદ થઈ શકે છે. જો કે હવામાન વિભાગના અનુસાર ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટ્યા બાદ ચાલી રહેલા બચાવ કાર્ય પર કોઈ અસર નહીં પડે. આ દરમ્યાન દિલ્હી અનસીઆરમાં આજે સવારે ધુમ્મસ જોવા મળ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સમગ્ર પૂર્વ અને પૂર્વોત્તર વિસ્તારના આ અઠવાડિયે કોઈ પણ મહત્વપૂર્ણ મૌસમી ગતિવિધિઓથી મુક્ત રહેશે. સ્કાઈમેટ વેધરનું માનીએ તો 13 અને 14 ફેબ્રુઆરીએ અરુણાચલ પ્રદેશમાં હળવા વરસાદનો અંદાજ છે. સપ્તાહના મધ્યથી બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના મોટા ભાગના વિસ્તારમાં ઠંડી વધી શકે છે. કેમ કે ઠંડી હવાઓની અસર વધી જશે.

દક્ષિણ ભારતના રાજ્યોમાં આવનારા 2 અઠવાડિયામાં ગરમીનું વાતાવરણ શરૂ થઈ જશે. જ્યારે ઉત્તરના રાજ્યોમાં સવારે અને રાતના સમયે ઠંડી આ દરમિયાન ચાલુ રહેશે. સ્કાઈમેટ વેધરના જણાવ્યાનુંસાર આવનારા દિવસોમાં વાતાવરણ ગરમ થવા જઈ રહ્યું છે. જો કે વચ્ચે વચ્ચે રોકાઈ રોકઈ પહાડો પર બરફ વર્ષા થાય છે તો તેની અસર ઉત્તર રાજ્યોમાં જોવા મળી શકે છે.