આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાત આરોગ્યવિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ કોરોનાને લઈને પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે માહિતી આપી હતી કે, કોરોના સામેની લડાઈ હજુ બે મહિના સુધી ચાલવાની છે. મે મહિનો ગુજરાત માટે કસોટીનો મહિનો છે. કોઈ ગભરાવવાની જરૂર નથી. સાવચેતી રાખવાથી આપણે કોરોનાને હરાવી શકીશું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ આજે પત્રકાર પરિષદ યોજી હતી તેમાં તેમણે જણાવ્યું હતુ કે આ લડાઈ હજુ 2 મહિના ચાલશે. વિશ્વમાં તમામ દેશોમાં કોરોના વાયરસ ફેલાયો છે. વિશ્વમાં 210થી વધુ દેશમાં કોરોનાનો કહેર છે. ચીનમાં 2019ના અંતમાં કોરોના વાયરસ ફેલાયો હતો. ભારતમાં 32 રાજ્યો કોરોનાથી પ્રભાવિત થયા છે.

ગુજરાતના 30 જિલ્લામાં કોરોનાનું સંક્રમણ થયું છે. માત્ર 3 જિલ્લા કોરોનાના કહેરથી બચ્યા છે. લોકડાઉનના કારણે કોરોનાનો વ્યાપ ઘટ્યો છે. કોરોના સંક્રમણની ગતી લોકડાઉનથી ઘટી છે. આ લડાઈ હજુ 2 મહિના સુધી લાંબી ચાલી શકે છે. આપણે ભયના અને અફવાના વાતાવરણથી દુર રહેવાનું છે. ગુજરાતમાં કોરોના કન્ટ્રોલમાં છે. લોકડાઉનના કારણે સંક્રમણની ગતિને કંટ્રોલમાં લાવી શક્યા.

80% કેસોમાં કોઈ લક્ષણો દેખાતા નથી હોતા. 15% કેસોમાં જ કોરોનાના લક્ષણો દેખાય છે. કોરોનાના સંક્રમણની ગતિને ધીમી કરીએ એ જ આપણા હાથમાં છે. આપણે ખાસ કાળજી લેવાની છે. ગંભીર બીમારી હોય તેની કાળજી ખાસ લેવાની છે. હાર્ટના પેશન્ટ,હાઇપર ટેન્શનના દર્દીની કાળજી લેવાની છે. મોટી ઉંમરના લોકો,સગર્ભા અને બાળકોનું ધ્યાન રાખીએ.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code