આગાહી@ગુજરાત: આજે આ 16 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદ

 
વરસાદ
દક્ષિણ ગુજરાતના 15 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં ચોમાસું એકદમ જામી ગયું છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે નવી આગાહી કરી છે. જેમાં આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કૂલ 14 જિલ્લા અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે શનિારના રોજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 15 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ આ પ્રમાણેની આગાહી કરાઈ છે.

આ જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.હવામાન વિભાગ પ્રમાણે આજે શનિવારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, જૂનાગઢ અને કચ્છમાં ભારે વરસાદ પડશે.

હવામાન વિભાગ પ્રમાણે આજે બનસાકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંટા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણઁદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં ભારે પવન સાથે વરસાદ પડશે.આ ઉપરાંત કચ્છ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ પડશે.