આગાહી@ગુજરાત: રાજ્યમાં ગત રાત્રે વરસાદ બાદ આગામી 5 દિવસ આ વિસ્તારોમાં વરસાદ પડી શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં 5 દિવસ વરસાદ પડે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. દેશમાં સૌ પ્રથમ કેરળમાં ચોમાસું બેસે છે અને ત્યાંથી ચોમાસાની શરૂઆત થતી હોય છે. હવે કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે ચોમાસું ધીમે ધીમે આગળ વધી
 
આગાહી@ગુજરાત: રાજ્યમાં ગત રાત્રે વરસાદ બાદ આગામી 5 દિવસ આ વિસ્તારોમાં વરસાદ પડી શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં 5 દિવસ વરસાદ પડે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. દેશમાં સૌ પ્રથમ કેરળમાં ચોમાસું બેસે છે અને ત્યાંથી ચોમાસાની શરૂઆત થતી હોય છે. હવે કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. કેરળના દરિયાકાંઠે અને તેની આસપાસના વિસ્તારો દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર ઉપર વાદળો બંધાવાનું શરૂ થઈ ગયું છે જે બાદ દેશ અને રાજ્યમાં ચોમાસાની સિઝન બેસશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હાલ પ્રિ મોન્સુન એક્વિવિટીને વાતાવણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે જેના પગલે રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ પણ વરસ્યો છે હજુ પણ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં 5 દિવસ વરસાદ પડે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. જ્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક વરસાદી માહોલ રહેશે.તેમજ ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, સુરત, તાપી, પંચમહાલમાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. સાથે જ સૌરાષ્ટ્રના મોટા ભાગનાં વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અમદાવાદ શહેર સહિત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં પણ વરસાદની અસર જોવા મળી હતી વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખૂશી જોવા મળી રહી છે. મહત્વનું છે કે, ચોમાસાની સિઝન શરૂ થતા ખેડૂતો ચોમાસું પાકનું આયોજન કરતા હોય છે ત્યારે વરસાદને લઈ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.