આગાહી@ગુજરાત: રાજ્યમાં આજે હળવો વરસાદ આવી શકે, ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કુદરતનો કહેર વચ્ચે ગુજરાતમાં આગામી 2 દિવસમાં કમોસમી વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના પોરબંદર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા-સાબરકાંઠા-અમદાવાદ તેમજ કચ્છમાં યલો એલર્ટની આગાહી કરાઈ છે. તો રાજકોટ-સુરેન્દ્રનગર-મોરબી-જામનગર-અમરેલી તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની પણ સંભાવના છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ગુજરાતમાં હાલ ઉત્તરપશ્ચિમ દિશાનો પવન છે. આગામી
 
આગાહી@ગુજરાત: રાજ્યમાં આજે હળવો વરસાદ આવી શકે, ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કુદરતનો કહેર વચ્ચે ગુજરાતમાં આગામી 2 દિવસમાં કમોસમી વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના પોરબંદર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા-સાબરકાંઠા-અમદાવાદ તેમજ કચ્છમાં યલો એલર્ટની આગાહી કરાઈ છે. તો રાજકોટ-સુરેન્દ્રનગર-મોરબી-જામનગર-અમરેલી તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની પણ સંભાવના છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં હાલ ઉત્તરપશ્ચિમ દિશાનો પવન છે. આગામી 2-3 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક હિસ્સામાં તાપમાન 2-3 ડિગ્રી સુધી વધી શકે છે. આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાંથી પોરબંદર, ઉત્તર ગુજરાતમાંથી બનાસકાંઠા-સાબરકાંઠા તેમજ અમદાવાદમાં ગરમીનું મોજું ફરી વળશે. આગામી ચાર દિવસ દરમિયાન જુનાગઢ-રાજકોટ-સુરેન્દ્રનગર-મોરબી-જામનગર-અમરેલી-ડાંગ-વલસાડમાં 40 કિલોમીટર પ્રતિ કલાક કરતાં ઓછી ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આમ, ગુજરાતમાં ક્યાંક કાળઝાળ ગરમી અનુભવાશે તો ક્યાંક કમોસમી વરસાદ પડશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. પરંતુ બે દિવસથી વાદળછાયું વાતાવરણ રહેતા મહત્તમ તાપમાન ગગડયું છે. જોકે વાદળો ઘેરાવાના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે બફારો વધ્યો છે. ઉકળાટથી લોકો હેરાન-પરેશાન બની ગયાં છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ પણ થઈ રહ્યો છે. કેટલાક વિસ્તારમાં કાળઝાળ ગરમી પડી રહી છે તો કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રવિવારે પણ બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં કરાં સાથે વરસાદ વરસ્યો ખાબક્યો હતો.