આગાહી@ગુજરાત: ઉત્તર ભારતની અસર રાજ્યમાં, 28-29 ડિસેમ્બરે ઠંડી વધશે: હવામાન વિભાગ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે ઉત્તર ભારતમાં ઠંડી વધતા રાજ્યનાં વાતાવરણ અને તાપમાન પર અસર જોવા મળશે. તારીખ 28 અને 29 ડિસેમ્બરના રોજ ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમજ રાજકોટ, નલિયામાં પણ કોલ્ડ વેવ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
આગાહી@ગુજરાત: ઉત્તર ભારતની અસર રાજ્યમાં, 28-29 ડિસેમ્બરે ઠંડી વધશે: હવામાન વિભાગ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે ઉત્તર ભારતમાં ઠંડી વધતા રાજ્યનાં વાતાવરણ અને તાપમાન પર અસર જોવા મળશે. તારીખ 28 અને 29 ડિસેમ્બરના રોજ ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમજ રાજકોટ, નલિયામાં પણ કોલ્ડ વેવ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં આજથી એટલે કે, રવિવારથી લઘુતમ તાપમાન ઘટી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 3થી 4 ડીગ્રી તાપમાન ઘટ્યું છે. જેના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આગામી બે દિવસ ઠંડીનું જોર વધુ રેહશે.

આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, 27થી 30 ડિસેમ્બરના રોજ રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. 30 ડિસેમ્બરના રોજ પવનની ગતિ તેજ રહેશે. અમદાવાદ, ગાંધીનગર, નલિયા, રાજકોટ સહિતના શહેરોમાં લઘુતમ તાપમાન ઘટશે અને ઠંડીનું પ્રમાણ વધશે. ગીરનારની તળેટીમાં પણ ઠંડી વધુ અનુભવાશે. તો ઠંડીના કારણે ઘઉંના પાકને ફાયદો થશે.