આગાહી@ગુજરાત: 13 મેના રોજ થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીને કારણે વરસાદ પડશે, બેવડી ઋતુ અનુભવાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે હવામાન વિભાગની આગાહી કરી છે કે, હજુ પણ 13 મેના થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે રાજ્યના વાતાવરણ પલટો આવશે. જેના પગલે ઉનાળામાં પણ બેવડી ઋતુ અને કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન થયા છે. હવામાન વિભાગની આગાહી કરી છે કે, દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં એક લૉ પ્રેશર સક્રિય થવાની સંભાવના છે. જો કે,
 
આગાહી@ગુજરાત: 13 મેના રોજ થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીને કારણે વરસાદ પડશે, બેવડી ઋતુ અનુભવાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે હવામાન વિભાગની આગાહી કરી છે કે, હજુ પણ 13 મેના થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે રાજ્યના વાતાવરણ પલટો આવશે. જેના પગલે ઉનાળામાં પણ બેવડી ઋતુ અને કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન થયા છે. હવામાન વિભાગની આગાહી કરી છે કે, દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં એક લૉ પ્રેશર સક્રિય થવાની સંભાવના છે. જો કે, 14 મેના રોજ લો પ્રેશર સક્રિય થવાનું અનુમાન લગાવી શકાશે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે લો પ્રેશર બનવાની ગતિવિધિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લો પ્રેશર સક્રિય થયા બાદ વાવાઝોડામાં પરિવર્તિત થવાની પણ સંભાવના છે. જોકે વાવઝોડું બન્યા બાદ કઈ દિશા તરફ જાય તે પણ મહત્વનું રહેશે. હાલ તો દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે, તેના પર દેખરેખ રાખવામાં આવી રહી છે. સામાન્ય રીતે અરબી સમુદ્રમાં બનતા વાવાઝોડા ઓમાન તરફ ફંટાતા હોય છે. પરંતુ લૉ પ્રેશરમાંથી વાવાઝોડા પરિવર્તિત થયા બાદ જ તેની દિશા નક્કી થઈ શકશે.

હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે કે, 13 મેના થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી થશે. જેના પગલે ગુજરાતના કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો આવશે. જેમાં દાહોદ, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.