આગાહી@ગુજરાત: આજે 6 જીલ્લાઓમાં ધોધમાર વરસાદનું રેડ એલર્ટ, તંત્ર ઍલર્ટ મોડ પર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં અનરાધાર વરસાદથી લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. આજે 1 ઓગસ્ટે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે કરી છે.આજે દક્ષિણ ગુજરાતના સુરત અને નર્મદા જિલ્લામાં અતિભારે પડી શકે છે. આ સિવાય અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નાગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદ જિલ્લામાં પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
આજે અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ યથાવત રહેશે. ઉપરાંત ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, કચ્છ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટે પોલીસ તંત્ર સજ્જ છે. NDRF અને SDRFની ટીમો અને સ્થાનિક પોલીસને પણ રાહત બચાવ કામગીરીમાં જોડાઈ ગયા છે.

