આગાહી@ગુજરાત: રાજ્યના આ જિલ્લાઓ માટે વોર્નિંગ જાહેર, જાણો આજે ક્યાં ક્યાં પડશે વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી, સુરત, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી જ્યારે ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, કચ્છમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, બનાસકાંઠા, અમદાવાદ, પાટણ, ગાંધીનગર ,આણંદ, ખેડા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, દ્વારકા,, જામનગરમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે.
હવામાન વિભાગે આગામી 6 દિવસ રાજ્યમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરી છે. જેમાં શુક્રવારે ભરૂચ, નવસારી, ડાંગ, તાપી, સુરત વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં યલો અલર્ટની આગાહી કરવામાં આવી હતી. તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પણ આજે વરસાદની આગાહી કરાઇ છે. તેમજ આ સાથે જ અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 175 તાલુકામાં વરસાદ વરસ્યો, સૌથી વધુ ખેરગામ તાલુકામાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો, ડાંગ-આહવામાં સવા 2 ઈંચ, વઘઈમાં 2 ઈંચ, વાંસદામાં પોણા 2 ઈંચ, વલસાડમાં પોણા 2 ઈંચ, કપડવંજમાં પોણા 2 ઈંચ, વાલિયામાં 1.5 ઈંચ, નડિયાદમાં 1.5 ઈંચ, ધરમપુરમાં સવા ઈંચ, ડેડિયાપાડામાં સવા ઈંચ, સુબિરમાં સવા ઈંચ, શેહરામાં સવા ઈંચ, કપરાડામાં સવા ઈંચ, વ્યારામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે