આગાહી@ગુજરાત: કોરોના વચ્ચે આ વર્ષે કેવું રહેશે ચોમાસું ? જાણો શું કહ્યું અંબાલાલ પટેલે ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે હવામાન ખાતાની આગાહી અનુસાર ગયા વર્ષની સરખામણીએ આ વખતે ચોમાસાનું આગમન વહેલું થશે. જો રાજ્યમાં ચોમાસું શરૂ થવાની સત્તાવાર તારીખની વાત કરવામાં આવે તો 15 જૂન બાદ નૈઋત્યનું ચોમાસું બેસી શકે છે. આ વર્ષે વરસાદ સામાન્ય રહેશે તેવી આગાહી હવામાન ખાતું પહેલા જ કરી ચૂક્યું છે. તો
 
આગાહી@ગુજરાત: કોરોના વચ્ચે આ વર્ષે કેવું રહેશે ચોમાસું ? જાણો શું કહ્યું અંબાલાલ પટેલે ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે હવામાન ખાતાની આગાહી અનુસાર ગયા વર્ષની સરખામણીએ આ વખતે ચોમાસાનું આગમન વહેલું થશે. જો રાજ્યમાં ચોમાસું શરૂ થવાની સત્તાવાર તારીખની વાત કરવામાં આવે તો 15 જૂન બાદ નૈઋત્યનું ચોમાસું બેસી શકે છે. આ વર્ષે વરસાદ સામાન્ય રહેશે તેવી આગાહી હવામાન ખાતું પહેલા જ કરી ચૂક્યું છે. તો અંબાલાલ પટેલે પણ ચોમાસા અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ વખતનાં ચોમાસા અંગે આગાહીકાર અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરતા જણાવ્યું કે, આગામી ચોમાસું ઘણું સારું રહેવાની શક્યતા છે. કારણ કે, ભૂતળમાં જે યોગ થાય છે તેને ગામઠી ભાષામાં રોહિણી નક્ષત્રમાં કહેવાય છે. જેથી નિયમિત વરસાદ પડવાની શક્યતા છે. અંબાલાલ પટેલ અનુસાર, ગુજરાતનાં કેટલાક ભાગોમાં 98થી 101 ટકા વરસાદ તો કેટલાક ભાગોમાં 100 ટકા વરસાદ થવાની શક્યતા છે. મધ્ય ગુજરાત અને આસપાસનાં ભાગોમાં 106 ટકા વરસાદ થવાની શક્યતા છે. તેથી ગુજરાતમાં શ્રીકાર વરસાદ થવાની શક્યતા છે અને ચોમાસું સારું રહેવાની શક્યતા છે.

આ સાથે અંબાલાલને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, ખેડૂતો માટે કેવો વરસાદ રહેશે તેના જવાબમાં તેમણે જણાવ્યું કે, ખેડૂતો માટે પણ વરસાદ સારો રહેવાની શક્યતા છે. ચોમાસાના અંત સુધી સારો એવો વરસાદ થશે એટલે રવિ પાકો પણ સારા થવાની શક્યતાઓ છે. રાજ્યનાં વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની તેમને આગાહી કરી છે.