આગાહીઃ અમદાવાદમાં ગરમી વધશે, હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં કોરોનાના કેર વચ્ચે ગરમી સતત વધી રહી છે. અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. રાજ્ય પર એન્ટી સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે બુધવારે અમદાવાદનું તાપમાન 43.8 ડિગ્રી નોંધાયું હતું. હવે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી
 
આગાહીઃ અમદાવાદમાં ગરમી વધશે, હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં કોરોનાના કેર વચ્ચે ગરમી સતત વધી રહી છે. અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. રાજ્ય પર એન્ટી સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે બુધવારે અમદાવાદનું તાપમાન 43.8 ડિગ્રી નોંધાયું હતું. હવે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં આગામી બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. એક મે અને બીજી મેએ અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન 45 ડિગ્રી તાપમાન નોંધાઇ શકે છે. તો 3 મેના રોજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે કહ્યું કે, ત્રણ દિવસ બાદ ગરમીમાં આંશિક રાહત મળી શકે છે.

જો બુધવારની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, વડોદરામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર કરી ગયો હતો. હવામાન વિભાગનાં આંકડા મુજબ, બુધવારે શહેરનું મહતમ તાપમાન 2.5 ડિગ્રી વધીને 43.8 અને લઘુતમ તાપમાન 1.7 ડિગ્રી વધીને 27.4 ડિગ્રી સાથે સિઝનની સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.