આગાહી@ઉ.ગુ: કોરોના વચ્ચે હજી 5 દિવસ વરસાદ, 11મી જૂને ધોધમાર આવશે

અટલ સમાચાર, મહેસાણા ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહૌલ છે ત્યારે આગામી પાંચ દિવસ હજુ ગુજરાતમાં વરસાદ વરસશે. એમાંય હવામાન વિભાગ દ્વારા 11મી જૂને સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદી માહૌલ રહેશે. હવામાન વિભાગે આગાહી કરે છે કે હજુ વરસાદ આવશે. ગુજરાતમાં ચોમાસું સમયસર બેસવાના હવામાન વિભાગ દ્વારા સંકેત
 
આગાહી@ઉ.ગુ: કોરોના વચ્ચે હજી 5 દિવસ વરસાદ, 11મી જૂને ધોધમાર આવશે

અટલ સમાચાર, મહેસાણા

ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહૌલ છે ત્યારે આગામી પાંચ દિવસ હજુ ગુજરાતમાં વરસાદ વરસશે. એમાંય હવામાન વિભાગ દ્વારા 11મી જૂને સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદી માહૌલ રહેશે. હવામાન વિભાગે આગાહી કરે છે કે હજુ વરસાદ આવશે. ગુજરાતમાં ચોમાસું સમયસર બેસવાના હવામાન વિભાગ દ્વારા સંકેત આપવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આગાહી@ઉ.ગુ: કોરોના વચ્ચે હજી 5 દિવસ વરસાદ, 11મી જૂને ધોધમાર આવશે
File Photo

હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજીન કુમારે જણાવ્યું કે, આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. બે દિવસ સુધી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ની આગાહી છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, બીજી તરફ 5 દિવસ સુધી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે. 11 જૂને રાજ્યમાં ભારે વરસાદ ની શક્યત વ્યક્ત કરી હતી. જ્યમાં હવે પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, અમદાવાદ, વલસાડ, ડાંગ, દમણ દાદરા નગર હવેલી, નવસારી, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ ,કચ્છમાં વરસાદની આગાહી કરી છે.