આગાહી@ઉ.ગુ: આજે બપોરે ગાજવીજ સાથે ભારે વરસાદ આવશે: હવામાન વિભાગ

અટલ સમાચાર, મહેસાણા કોરોના મહામારી વચ્ચે અરબી સમુદ્રનું ડિપ ડિપ્રેશન અને બંગાળની ખાડીનું લો પ્રેશર આજે ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસાવી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માટે આજ બપોર ભારે ગાજવીજ સાથે આભ ફાટવાની આગાહી પણ કરવામાં આવી છે. અરબ સાગરમાં ડિપ ડિપ્રેશન, મધ્યપ્રદેશ પર વેલમાર્ક લો-પ્રેશર અને
 
આગાહી@ઉ.ગુ: આજે બપોરે ગાજવીજ સાથે ભારે વરસાદ આવશે: હવામાન વિભાગ

અટલ સમાચાર, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે અરબી સમુદ્રનું ડિપ ડિપ્રેશન અને બંગાળની ખાડીનું લો પ્રેશર આજે ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસાવી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માટે આજ બપોર ભારે ગાજવીજ સાથે આભ ફાટવાની આગાહી પણ કરવામાં આવી છે. અરબ સાગરમાં ડિપ ડિપ્રેશન, મધ્યપ્રદેશ પર વેલમાર્ક લો-પ્રેશર અને અપર એર સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બપોરના સમયે મહેસાણા અમદાવાદ સહિતના વિસ્તારોમાં આભ ફાટવાની હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગાહી@ઉ.ગુ: આજે બપોરે ગાજવીજ સાથે ભારે વરસાદ આવશે: હવામાન વિભાગ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, મહેસાણા, દાહોદ, અરવલ્લીમાં સૌથી વધારે વરસાદની શક્યતા છે. તો મહિસાગર, ખેડા, સાબરકાંઠામાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, અમદાવાદમાં પણ ભારે વરસાદી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ધીનગર, મોરબી, કચ્છમાં આખો દિવસ વરસાદની આગાહી કરાઈ છે.