આગાહી@વરસાદઃ આ જીલ્લાઓમાં ફરી બે દિવસ સામાન્ય વરસાદ આવશે

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક હવામાન બની શકે છે. ભરશિયાળે કમોસમી વરસાદના માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી સોમ, મંગળ ગુજરાતના કેટલાક જીલ્લાઓમાં વરસાદ આવશે. માવઠા બાદ ગુજરાતમાં કોલ્ડ વેવની ભીતિ સેવાઇ છે. એટલે કે, પહેલા વરસાદ અને પછી ઠંડીથી ખેડૂતોને બેહાલ બનાવતું મૌસમ આવી રહ્યું છે.
 
આગાહી@વરસાદઃ આ જીલ્લાઓમાં ફરી બે દિવસ સામાન્ય વરસાદ આવશે

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક હવામાન બની શકે છે. ભરશિયાળે કમોસમી વરસાદના માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી સોમ, મંગળ ગુજરાતના કેટલાક જીલ્લાઓમાં વરસાદ આવશે. માવઠા બાદ ગુજરાતમાં કોલ્ડ વેવની ભીતિ સેવાઇ છે. એટલે કે, પહેલા વરસાદ અને પછી ઠંડીથી ખેડૂતોને બેહાલ બનાવતું મૌસમ આવી રહ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હવામાનની ઉથલપાથલ વચ્ચે ખેડૂતોની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. રાજ્યના વાતાવરણમાં પલટો આવતાં આગામી 27 અને 28 જાન્યુઆરીએ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 જાન્યુઆરીએ રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદની આગાહી છે. તો 28 જાન્યુઆરીએ વડોદરામાં સામાન્ય વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગ જણાવે છે.

કમોસમી વરસાદથી ખેડૂતોને ઉભા પાક માટે ચિંતા બનતી હોઇ દોડધામ કરવાની નોબત આવી શકે છે. આ માવઠાથી ખેડૂતોના ઘઉં, એરંડા, વરિયાળી, જીરૂ, રાયડો જેવા અનેક પોકોને ભારે નુકશાની વેઠવાનો વારો આવશે તેવી ભિતી બની છે. કમોસમી વરસાદથી ગુજરાતમાં કોલ્ડવેવ શરૂ થશે.