આગાહી: લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ઉ.ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદ

અટલ સમાચાર, મહેસાણા રાજ્યમાં થોડા કેટલાક દિવસોથી વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે હવામાન વિભાગે હજુ પણ 48 કલાક ભારે વરસાદની આગાહી આપી છે. પૂર્વ મધ્યપ્રદેશમા લો પ્રેશર નિર્માણ થવાના કારણે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મધ્યથી છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.
 
આગાહી: લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ઉ.ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદ

અટલ સમાચાર, મહેસાણા

રાજ્યમાં થોડા કેટલાક દિવસોથી વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે હવામાન વિભાગે હજુ પણ 48 કલાક ભારે વરસાદની આગાહી આપી છે. પૂર્વ મધ્યપ્રદેશમા લો પ્રેશર નિર્માણ થવાના કારણે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મધ્યથી છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદે વિરામ લીધા બાદ ફરી બે દિવસ ભારે વરસાદ આવી શકે છે તેમ હવામાન વિભાગે જણાવ્યુ છે. પૂર્વ મધ્યપ્રદેશમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે