આગાહી@હવામાન: ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં અતિભારે વરસાદ પડી શકે

અટલ સમાચાર,મહેસાણા રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે મેઘરાજા ચારેબાજુ પોતાની કૃપા વરસાવી રહ્યા છે. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જ્યારે હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય બનશે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ
 
આગાહી@હવામાન: ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં અતિભારે વરસાદ પડી શકે

અટલ સમાચાર,મહેસાણા

રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે મેઘરાજા ચારેબાજુ પોતાની કૃપા વરસાવી રહ્યા છે. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જ્યારે હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય બનશે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સાથે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે.આગાહી@હવામાન: ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં અતિભારે વરસાદ પડી શકે

ભારે વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠામાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે વહેલી સવારથી ડીસા અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો સુઈગામમાં 3 ઈંચ, ધાનેરામાં 2 ઈંચ, કાંકરેજ, અમીરગઢ અને દાંતામાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો છે. તો સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેથી લુણી નદીમાં પાણીની આવક થઈ છે.