આગાહી@ગુજરાત: કડકડતી ગરમી વચ્ચે હવામાન વિભાગે તારીખ અને વરસાદને લઈ કરી મોટી આગાહી

 
અંબાલાલ

ગુજરાત રાજ્યમાં પાંચ દિવસ ડ્રાય વેધર રહેશે જે બાદ છઠ્ઠા અને સાતમા દિવસે સામાન્ય વરસાદની શક્યતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા થોડાક દિવસથી વાદળછાયુ વાતાવરણ છવાયેલું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં બે દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી કરી છે અને આ સાથે તેમને ગુજરાતના આગામી સાત દિવસ કેવું વાતાવરણ રહેશે તે અંગે પણ જણાવ્યું છે.

અમદાવાદ વિભાગના હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક આજે ગુજરાતમાં સાત દિવસ અંગેની આગાહી કરી છે જેમાં તેમને જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં પાંચ દિવસ ડ્રાય વેધર રહેશે જે બાદ છઠ્ઠા અને સાતમા દિવસે સામાન્ય વરસાદની શક્યતા છે અને આ સાથે સાથે તેમને જણાવ્યું કેઆગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી અને અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 35 થી 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને ગુજરાતમાં મહત્તમ તાપમાન રાજકોટમાં 38.6 ડિગ્રી અને જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે.

વરસાદની આગાહી કરતા જણાવ્યું કે છઠ્ઠા દિવસે એટલે કે 10 એપ્રિલે દાહોદ છોટાઉદેપુર નર્મદામાં સામાન્ય વરસાદની શક્યતા છે અને સાથે તેમને જણાવ્યું કે 11 એપ્રિલના રોજ સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી છે.