આગાહી@ગુજરાત: કાળઝાળ ગરમીએ કહેર મચાવ્યો, જાણો મતદાનના દિવસે કેટલું રહેશે તાપમાન!
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં એક તરફ લોકસભા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ત્યારે બીજી તરફ કાળઝાળ ગરમીએ કહેર મચાવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 3 દિવસ સુધી હીટવેવની સંભાવના છે. જ્યારે રાજ્યના 8 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ પહોંચવાની શક્યતા છે. 6 થી 8 મેએ સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી કરાઈ છે. સાથે જ 7 મેના રોજ એટલે કે મતદાનના દિવસે તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી જવાની શક્યતા છે.
રાજ્યમાં લોકસભા ચૂંટણીના પ્રચારના પડઘમ વચ્ચે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આજથી 3 દિવસ સુધી હીટવેવની આગાહી વિભાગ દ્વારા કરાઈ છે. આ સાથે રાજ્યના 8 જેટલા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 6 થી 8 મે સુધી હીટવેવની આગાહી છે. જ્યારે મતદાનના દિવસે એટલે કે 7 મેના રોજ ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે. આથી, વિભાગ દ્વારા લોકોને મતદાનના દિવસે સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.
અમદાવાદમાં સતત ત્રીજા દિવસે તાપમાન 41 ડિગ્રી સુધી નોંધાયું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓની વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાતમાં 42.3 ડિગ્રી અને અમરેલીમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે, ગાંધીનગરમાં 41.2 ડિગ્રી, વડોદરામાં 40.8 ડિગ્રી, છોટા ઉદેપુરમાં 40.8 ડિગ્રી, ડીસામાં 40.8 ડિગ્રી, દાહોદમાં 39.3 ડિગ્રી, ભાવનગરમાં 38.7 ડિગ્રી, પોરબંદરમાં 38.4 ડિગ્રી, જામનગરમાં 37.2 ડિગ્રી અને વલસાડમાં 37.2 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે.