આગાહી@ગુજરાત: રાજયના 4 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર, અમદાવાદમાં ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ

 
Garmi

ગુજરાતના ભાગોમાં પારો 45 ડિગ્રીએ પહોંચી શકે છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે,તેની વચ્ચે એક મહત્વના સમાચાર છે કે,રાજયમાં હજી પણ ગરમીનો પારો ઉંચકાશે, અગામી 6 દિવસ ગરમીથી કોઈ રાહત મળશે નહી,તો પોરબંદર, ગીરસોમનાથ, ભાવનગર, કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે,છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગર અને અમદાવાદમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે.

છેલ્લા 24 કલાક મુજબ નોંધાયેલ તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદ 44.2 ડિગ્રી, ડીસા 44.4 ડિગ્રી, ગાંધીનગર 44.0 ડિગ્રી, સુરેન્દ્રનગર 44.7 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર 43.1 ડિગ્રી, વડોદરા 42.2 ડિગ્રી, સુરત 35.8 ડિગ્રી, વલસાડ 37.2 ડિગ્રી, ભુજ 43.8 ડિગ્રી, નલિયા 38.5 ડિગ્રી, કંડલા 41.6 ડિગ્રી, અમરેલી 43.2 ડિગ્રી, ભાવનગર 39.7 ડિગ્રી, દ્વારકા 33.6 ડિગ્રી, પોરબંદર 36.7 ડિગ્રી, રાજકોટ 43.7 ડિગ્રી, મહુવા 41.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યુ છે કે, 24, 25 મે સુઘીમાં મધ્ય ગુજરાતમાં ભાગોમા મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા છે. આ સાથે કોઇક વિસ્તારોમાં તો 47 ડિગ્રી થવાની પણ શક્યતા રહેશે. આ ઉપરાંત ગંગા જમનાના મેદાન તપવાની શક્યતા રહેશે. આ ભાગમાં 48 ડિગ્રી થવાની શક્યતા. આ સાથે તેમણે કહ્યુ કે, કચ્છના ભાગમાં પણ ગરમી વધશે અને રાજસ્થાનના ભાગોમાં 49 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જવાની શક્યતા છે. સપ્તાહ સુધી મધ્ય ગુજરાત તપવાની આગાહી છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પારો 45 ડિગ્રીએ પહોંચી શકે છે. કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ 41 ડિગ્રીએ પારો પહોંચી શકે છે.