આગાહી@ડીસા: નગરજનો હાડ થીજવતી ઠંડીમાં ઠુંઠવાયા, ઠંડો પવન ફુંકાશે

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) ડીસામાં નગરજનો કડકડતી ઠંડીમાં ઠુંઠવાયા તો બીજી તરફ હવામાન વિભાગે ઠંડો પવન ફુંકાવાની આગાહી કરી છે. ગઇકાલે ડીસાનું લઘુત્તમ તાપમાન 7.8 ડિગ્રી નોંધાયુ હતુ. હવામાન વિભાગે બનાસકાંઠા, આણંદ, રાજકોટ, અમરેલી અને કચ્છમાં ઠંડા અને સુકા પવન ફુંકાવાની આગાહી કરી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરી છે. ડિસેમ્બરના અંતમાં
 
આગાહી@ડીસા: નગરજનો હાડ થીજવતી ઠંડીમાં ઠુંઠવાયા, ઠંડો પવન ફુંકાશે

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

ડીસામાં નગરજનો કડકડતી ઠંડીમાં ઠુંઠવાયા તો બીજી તરફ હવામાન વિભાગે ઠંડો પવન ફુંકાવાની આગાહી કરી છે. ગઇકાલે ડીસાનું લઘુત્તમ તાપમાન 7.8 ડિગ્રી નોંધાયુ હતુ. હવામાન વિભાગે બનાસકાંઠા, આણંદ, રાજકોટ, અમરેલી અને કચ્છમાં ઠંડા અને સુકા પવન ફુંકાવાની આગાહી કરી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરી છે. ડિસેમ્બરના અંતમાં લઘુતમ તાપમાન ઘટી રહ્યુ છે અને લોકો શિયાળાની ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

આગાહી@ડીસા: નગરજનો હાડ થીજવતી ઠંડીમાં ઠુંઠવાયા, ઠંડો પવન ફુંકાશે
File Photo

બનાસકાંઠા જીલ્લાના ડીસા પંથકમાં લોકો હાડ થીજવતી ઠંડીમાં ઠુંઠવાયા હતા. રાજ્યમાં કોલ્ડવેવનું મોજું ફરી વળતાં મોટાભાગનાં શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીની નીચે નોંધાયો હતો. નલિયા 3.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું હતું. માઉન્ટ આબુમાં ગુરુવારનું તાપમાન 1 ડિગ્રી હતું જ્યારે ગુરૂ શિખર પર તાપમાનનો પારો -3 ડિગ્રી નોંધાયો હતો. શુક્રવારે આબુનું તાપમાન શિયાળામાં પ્રથમવાર માઇનસમાં નોંધાયું હતું.

આગાહી@ડીસા: નગરજનો હાડ થીજવતી ઠંડીમાં ઠુંઠવાયા, ઠંડો પવન ફુંકાશે
File Photo

સુત્રોએ જણાવ્યુ હતુ કે, શુક્રવારે રાજ્યમાં તમામ શહેરનુ લઘુતમ તાપમાન ઘટ્યુ છે, અને ઠંડીનુ પ્રમાણ વધ્યુ છે. નલિયાનુ લઘુતમ તાપમાન 3.6 ડિગ્રી,ભુજ અને કંડલા એરપોર્ટનુ લઘુતમ તાપમાન 9 ડિગ્રી, તો ડિસાનુ લઘુતમ તાપમાન 7.8 ડિગ્રી, અમદાવાદનુ લઘુતમ તાપમાન 11.6 ડિગ્રી, રાજકોટનુ તાપમાન 12 ડિગ્રી, ગાંધીનગરનુ લઘુતમ તાપમાન 11.6 ડિગ્રી નોંધાયુ છે.

આગાહી@ડીસા: નગરજનો હાડ થીજવતી ઠંડીમાં ઠુંઠવાયા, ઠંડો પવન ફુંકાશે
File Photo

રાજ્યની સરહદે આવેલા રાજસ્થાનના ગિરિમથક માઉન્ટ આબુમાં બરફ જામી ગયો હતો. ગુરૂ શિખર નજીક નદીમાં કાચના ટૂકડાની માફક બરફ જોવા મળ્યો હતો. સહેલાણીઓએ બરફ હાથમાં લઈ તસવીરો ક્લિક કરાવી હતી. માઉન્ટ આબુમાં આવેલા સહેલાણીઓની કારના કાચ પર બરફની ચાદર છવાઈ ગઈ હતી. રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડા પવનો ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે ત્યારે રજાના માહોલમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ માઉન્ટ આબુ જઈ રહ્યા છે.