આગાહી@ગુજરાત: સોમવારથી ગરમીમાં વધારો થશે, 17થી 23 વરસાદ આવશે

અટલ સમાચાર,ડેસ્ક હાલ રાજ્યમાં કઇ ઋતુ ચાલે છે તેની ખબર નથી પડતી. ક્યારેક એકદમ ગરમી તો ક્યારેક એકદમ ઠંડી પડી રહી છે. આ સાથે છેલ્લા થોડા દિવસથી તો અનેક જગ્યાએ કમોસમી વરસાદ પણ પડ્યો છે. થોડા દિવસથી સવારે શિયાળા જેવી ઠંડક અનુભવાય છે. ત્યારે ગુજરાતીઓને પણ વિચારી રહ્યાં છે કે હવે ગરમી ક્યારે શરૂ થશે.
 
આગાહી@ગુજરાત: સોમવારથી ગરમીમાં વધારો થશે, 17થી 23 વરસાદ આવશે

અટલ સમાચાર,ડેસ્ક

હાલ રાજ્યમાં કઇ ઋતુ ચાલે છે તેની ખબર નથી પડતી. ક્યારેક એકદમ ગરમી તો ક્યારેક એકદમ ઠંડી પડી રહી છે. આ સાથે છેલ્લા થોડા દિવસથી તો અનેક જગ્યાએ કમોસમી વરસાદ પણ પડ્યો છે. થોડા દિવસથી સવારે શિયાળા જેવી ઠંડક અનુભવાય છે. ત્યારે ગુજરાતીઓને પણ વિચારી રહ્યાં છે કે હવે ગરમી ક્યારે શરૂ થશે. એક આગાહી પ્રમાણે 15મી માર્ચ બાદ ગરમીમાં વધારો થઇ શકે છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 17થી 23 તારીખે કચ્છ અને સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ સહિતના 6 શહેરોમાં બુધવારે મહત્તમ તાપમાન 30 ડિગ્રીની ઉપર નોંધાયું હતું. પશ્ચિમ તરફથી આવતા પવનના કારણે અરબી સમુદ્ર પરથી ભેજ પણ ખેંચાઈ રહ્યો છે. જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વાતાવરણ ઠંડું થઈ ગયું છે. રાજસ્થાન પર સાક્લોનિક સરક્યુલેશન સક્રિય થઇ રહ્યું છે. જેની અસર ગુજરાતનાં વાતાવરણ પર જોવા મળી રહી છે. વાદળછાયા વાતાવરણ સાથે થતો કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે. બીજી બાજુ વાદળછાયા વાતાવરણનાં કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

17થી 23 પડી શકે છે વરસાદ

આગાહી@ગુજરાત: સોમવારથી ગરમીમાં વધારો થશે, 17થી 23 વરસાદ આવશે
File Photo

આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 17થી 23 તારીખે કચ્છ અને સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. તે સાથે રાજ્યનું વાતાવરણ ફરીથી પલટાઇ શકે છે.