આગાહી@ગુજરાત: બે દિવસ અતિભારે વરસાદ પડી શકે, રાધનપુરમાં ધોધમાર 1 ઈંચ

અટલ સમાચાર, ડેસ્ક ચાલુ ચોમાસુ સિઝનથી ગુજરાત રાજ્યને વરસાદે ઓળઘોળ કરી દીધા છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને મધ્યગુજરાતમાં પુરતા પ્રમાણમાં વરસાદ પડ્યો છે. જેના લીધે નદી, બંધો ઉભરાવા લાગ્યા છે. જોકે, હવામાન વિભાગે ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી જારી કરી છે. જ્યારે મંગળવારે બપોરના 1 વાગ્યાના સમયે એક કલાકમાં 1
 
આગાહી@ગુજરાત: બે દિવસ અતિભારે વરસાદ પડી શકે, રાધનપુરમાં ધોધમાર 1 ઈંચ

અટલ સમાચાર, ડેસ્ક

ચાલુ ચોમાસુ સિઝનથી ગુજરાત રાજ્યને વરસાદે ઓળઘોળ કરી દીધા છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને મધ્યગુજરાતમાં પુરતા પ્રમાણમાં વરસાદ પડ્યો છે. જેના લીધે નદી, બંધો ઉભરાવા લાગ્યા છે. જોકે, હવામાન વિભાગે ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી જારી કરી છે. જ્યારે મંગળવારે બપોરના 1 વાગ્યાના સમયે એક કલાકમાં 1 ઈંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો હતો. જોકે, 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની હવામાન વિભાગે શક્યતા જારી કરતા લોકોમાં અતિવૃષ્ટીની ચિંતા જોવા મળી રહી છે.

Video:

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે મંગળવારે બપોરે 1 વાગ્યાના અરસામાં પવન અને વિજળીના કડાકા સાથે 1 ઈંચ જેટલો ધૂંઆધાર વરસાદ ખાબક્યો હતો. જ્યારે ઉત્તર ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો સર્જાયેલા જોવા મળી રહ્યા છે. જે વધુ વરસાદ પડવાના એંધાણ જોવા મળી રહ્યા છે.

આગાહી@ગુજરાત: બે દિવસ અતિભારે વરસાદ પડી શકે, રાધનપુરમાં ધોધમાર 1 ઈંચ
Advertise

જોકે, હવામાન વિભાગે દરીયાકાંઠાના જિલ્લાઓમાં ભારે તોફાનની આગાહીના પગલે માછીમારોને દરીયો ન ખેડવા જણાવ્યું છે. રાજ્યના અમુક વિસ્તારોમાં 100 ટકાથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે અને વરસવાનું અવિરત ચાલુ છે. કચ્છમાં 142 ટકા, મધ્ય ગુજરાતમાં 104 ટકા, દક્ષિણ ગુજરાતમાં 123 ટકા અને સૌરાષ્ટ્રમાં 112 ટકા એમ સીઝનનો 100 ટકાથી વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે. ઉત્તર ગુજરાતમાં 90 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ 40થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાનારા પવનના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.