આગાહી@ગુજરાતઃ લોકડાઉનમાં હવામાન વિભાગે લોકોને આપ્યાં માઠા સમાચાર

અટલ સમાચાર, ડેસ્ક દુનિયા સહિત ભારતભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. જો કે ભારતમાં કોરોનાને લઇને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જો કે તેની વચ્ચે ભારતમાં કેટલીક જગ્યાઓ પર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં તાપમાનનો પારો વધવાની આગાહી કરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
આગાહી@ગુજરાતઃ લોકડાઉનમાં હવામાન વિભાગે લોકોને આપ્યાં માઠા સમાચાર

અટલ સમાચાર, ડેસ્ક

દુનિયા સહિત ભારતભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. જો કે ભારતમાં કોરોનાને લઇને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જો કે તેની વચ્ચે ભારતમાં કેટલીક જગ્યાઓ પર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં તાપમાનનો પારો વધવાની આગાહી કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં જ્યાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આવતી કાલથી રાજ્યમાં ગરમી વધવાને લઇને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર 4 તારીખથી રાજ્યમાં તાપમાનનો પારો વધુ ઉપર જતો જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ 4થી 6 એપ્રિલ સુધી ગરમીનો પારો વધશે. જેને લઇને અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલી મહેસાણા સહિત શહેરોના તાપમાનમાં વધારો જોવા મળશે. જેને લઇને રાજ્યમાં હવે બેવડી ઋતુનો અહેસાસ થશે નહીં.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં એક બાજુ કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે આજરોજ ગોધરાના કોરોના દર્દીનું વડોદરા ખાતે સારવાર દરમિયાન મોત થુયં છે જેને લઇને ગુજરાતમાં મૃત્યુનો આંકડો 8 પર પહોંચ્યો છે.