આગાહીઃ આ રાજ્યોમાં પડી શકે છે ભારે વરસાદ અને હિમવર્ષા, એલર્ટ જાહેર

અટલ સમાચાર, ડેસ્ક દેશના હવામાનમા સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. સ્કાઇમેટના અનુસાર હરિયાણા અને તેને અડીને આવેલા ભાગો પર એક ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બનેલુ છે, જેના લીધે હવામાનમાં સતત પરિવર્તન જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગે દેશના કેટલાક રાજ્યોમાં હવામાનને લઇને ચેતવણી જાહેર કરી છે. આઇએમડીના અનુસાર મધ્યપ્રદેશના શાજાપુર, ઉજ્જૈન,
 
આગાહીઃ આ રાજ્યોમાં પડી શકે છે ભારે વરસાદ અને હિમવર્ષા, એલર્ટ જાહેર

અટલ સમાચાર, ડેસ્ક

દેશના હવામાનમા સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. સ્કાઇમેટના અનુસાર હરિયાણા અને તેને અડીને આવેલા ભાગો પર એક ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બનેલુ છે, જેના લીધે હવામાનમાં સતત પરિવર્તન જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગે દેશના કેટલાક રાજ્યોમાં હવામાનને લઇને ચેતવણી જાહેર કરી છે. આઇએમડીના અનુસાર મધ્યપ્રદેશના શાજાપુર, ઉજ્જૈન, વિદિશા, જબલપુર, ખંડવા, ખરગોન, મંડલા, નરસિંહપુર, રાયસેન, રાજગઢ, સાગર, સીહોર, સિવની, બાલાઘાટ, બૈતૂલ, ભોપાલ, છિંદવાડા, દમોહ, દેવાસ, ધાર, ગુના, હરદા, હોશંગાબાદ, ઇન્દોરમાં ભારે વરસાદ પડી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આઇએમડીના અનુસાર આજે અને કાલે હિમાચલમ પ્રદેશમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઇ શકે છે. હવામાન વિજ્ઞાન કેન્દ્ર શિમલાએ મેદાની વિસ્તારો ઉના, બિલાસપુર, હમીરપુર અને કાંગડા માટે યલો અને મધ્ય-ઉચ્ચ પર્વતીય વિસ્તારો સિમલા, સોલન, સિરમૌન, મંડી, કુલ્લૂ, ચંબા, કિન્નૌર તથા લાહૌલ સ્પીતિ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન ભારે વરસાદ, હિમવર્ષા, કરા, આંધી અને ગાજવીજની ચેતાવણી આપી છે. બે એપ્રિલ સુધી પ્રદેશમાં હવામાન ખરાબ રહેવાની પૂર્વાનુમાન છે.

સ્કાઇમેટના અનુસાર 31 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન જમ્મૂ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને ઉત્તરાખંડમાં ઘણા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદના અણસાર છે. એક-બે જગ્યાએ હિમવર્ષાની સંભાવના છે. આ દરમિયાન પંજાબ અને હરિયાણાના ઉત્તરી વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ જોવા મળી શકે છે. દિલ્હી-એનસીઆરમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે એમપી, રાજસ્થાન, દિલ્હી-એનસીઆર અને યૂપીના ઘણા વિસ્તારોમાં પણ આજે વરસાદના અણસાર છે.