આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

ગુજરાત પર આગામી 2 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ એવા 5 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. બાદ પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં બોટાદ અને સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમરેલી સહિતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

સમગ્ર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મંગળવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વલસાડ, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરત, નવસારી, ડાંગ, તાપી, ભરૃચ, નર્મદા,દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દેવભુમી દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

મહેસાણા,બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી પર સર્જાયેલ લો-પ્રેશર સિસ્ટમ આગળ વધી રહી છે. તેની સાથે જ ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલા રાજસ્થાન પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય છે. જેના કારણે 29મી શરૂ થઇને 5 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

સોમવાર સાંજ સુધી અંબાજીમાં 7 ઇંચ કરતા વધુ વરસાદ પડતાં આસપાસના ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. તો નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે લોકોના ઘરમાં તેમજ દૂકાનોમાં પાણી ઘૂસી ગયા છે. જ્યારે રવિવારે સાંજે 6 થી સોમવારે સાંજે 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ વાવમાં 9.68 ઇંચ, થરાદમાં 7 ઇંચ અને દિયોદરમાં 4.44 ઇંચ સાથે સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો.

હિંમતનગરમાં 2.50 ઇંચ, રાધનપુર અને સુઇગામમાં 2.28 ઇંચ, ભાભર, કાંકરેજ, લાખણીમાં 2 ઇંચ, પોશીનામાં 1.44 ઇંચ, મેઘરજ, સમી, શંખેશ્વર, સતલાસણા, વિજાપુર અને ઇડરમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ સાથે મોટાભાગના તાલુકાઓમાં દિવસભર હળવા ઝાપટાંથી એક ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં હળવાથી મધ્યમ સ્થિતિનો વરસાદ વરસી શકે છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code