આગાહીઃ ઉ.ગુ.માં ગુરૂ-શુક્રવારે અતિભારે વરસાદ પડશે, હવામાન વિભાગ

અટલ સમાચાર, ડેસ્ક બંગાળની ખાડીનું લો-પ્રેશર ડીપ્રેશનમાં ફેરવાયું છે, જે 8 ઓગસ્ટની આસપાસ ગુજરાત સુધી પહોંચતાં રાજ્યનાં વાતાવરણમાં પલટો આવશે. આગામી બે દિવસો એટલે 8 અને 9 તારીખ દરમિયાન રાજ્યનાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ 9 ઓગસ્ટથી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની પ્રબળ શક્યતા છે. જેથી અમદાવાદમાં પણ 9 અને 10 તારીખે
 
આગાહીઃ ઉ.ગુ.માં ગુરૂ-શુક્રવારે અતિભારે વરસાદ પડશે, હવામાન વિભાગ

અટલ સમાચાર, ડેસ્ક

બંગાળની ખાડીનું લો-પ્રેશર ડીપ્રેશનમાં ફેરવાયું છે, જે 8 ઓગસ્ટની આસપાસ ગુજરાત સુધી પહોંચતાં રાજ્યનાં વાતાવરણમાં પલટો આવશે. આગામી બે દિવસો એટલે 8 અને 9 તારીખ દરમિયાન રાજ્યનાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ 9 ઓગસ્ટથી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની પ્રબળ શક્યતા છે. જેથી અમદાવાદમાં પણ 9 અને 10 તારીખે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.