વનવિભાગઃ બનાસકાંઠા ડીસીએફ સાબિતી વગરનો ગુનો કરવાના માસ્ટર છે?

અટલ સમાચાર, મહેસાણા બનાસકાંઠા વનવિભાગમાં તાજેતરમાં વાઈલ્ડલાઈફ એસીએફ તરીકે આવેલા જાલંધરાને અન્ય જવાબદારી સોંપાતા જિલ્લા વન આલમમાં સોપો પડી ગયો છે. મામલો રાજ્ય વન વિભાગમાં પહોંચતા અધિકારીઓ વચ્ચે ચર્ચાનુ વાતાવરણ ગરમાયું છે. જોકે, કાગળ ઉપર કોઈ ફેરફાર ન હોવાથી ડીસીએફ ગંગાશરણ સાબિતી વગરનો ગુનો કરવાના માસ્ટર માઈન્ડ બની ગયા છે કે કેમ તેવા સવાલો થઈ
 
વનવિભાગઃ બનાસકાંઠા ડીસીએફ સાબિતી વગરનો ગુનો કરવાના માસ્ટર છે?

અટલ સમાચાર, મહેસાણા

બનાસકાંઠા વનવિભાગમાં તાજેતરમાં વાઈલ્ડલાઈફ એસીએફ તરીકે આવેલા જાલંધરાને અન્ય જવાબદારી સોંપાતા જિલ્લા વન આલમમાં સોપો પડી ગયો છે. મામલો રાજ્ય વન વિભાગમાં પહોંચતા અધિકારીઓ વચ્ચે ચર્ચાનુ વાતાવરણ ગરમાયું છે. જોકે, કાગળ ઉપર કોઈ ફેરફાર ન હોવાથી ડીસીએફ ગંગાશરણ સાબિતી વગરનો ગુનો કરવાના માસ્ટર માઈન્ડ બની ગયા છે કે કેમ તેવા સવાલો થઈ રહ્યા છે.

બનાસકાંઠા વન વિભાગમાં છેલ્લા કેટલાક સમયથી નાયબ વનસંરક્ષક તરીકે આવેલા ગંગાશરણની કાર્યશૈલીથી તાબા હેઠળના કર્મચારીઓમાં અનેક તર્ક-વિતર્કોએ જન્મ લીધો છે. રાજ્ય સરકારના તાજેતરના આદેશથી સાબરકાંઠા એસીએફ જાલંધરા બનાસકાંઠા વનવિભાગમાં વન્ય જીવ મદદનીશ વનસંરક્ષક તરીકે નિમણુંક થયા છે. જોકે, એસીએફ જાલંધરા વન્ય જીવને બદલે મોબાઈલ સ્કવોર્ડની જવાબદારી સંભાળી રહ્યા છે.

સમગ્ર મામલે ગાંધીનગર વનવિભાગના આલા અધિકારીઓને ખબર પડતા કેટલાકે ટેલિફોનીક તો કેટલાકે રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં કાગળ ઉપર જવાબદારીની ફેરબદલ સહિતની કોઈ નોંધ કે આદેશ ન હોવાથી મુદ્દાનુ બાળમરણ થયું છે. આવી સ્થિતિમાં નાયબ વનસંરક્ષક ગંગાશરણની કાર્યશૈલી જોતાં કોઈપણ કામગીરીમાં સાબિતી વગરનો ગુનો કરવાના માસ્ટરમાઈન્ડ હોવાના સવાલો થઈ રહ્યા છે.