ફોરેસ્ટ@પાટણઃ પ્રથમ અને અપીલ અધિકારી એક જ વ્યક્તિ બની બેઠા, અરજદારો ફસાયા

અટલ સમાચાર, મહેસાણા પાટણ વન વિભાગના વહિવટી આલમમાં માહિતી અધિકાર સંદર્ભે ગોઠવાયેલું માળખુ વિસંગતતા ધરાવતું હોવાનું સામે આવ્યું છે. પ્રથમ માહિતી અધિકારી અને અપીલ અધિકારી એક જ વ્યક્તિ હોવાથી અરજદારોને ન્યાય મળવા સામે આશંકાઓ અને સવાલો ઉભા થયા છે. નાયબ વન સંરક્ષક જાહેર માહિતી અધિકારી તેમજ અપીલ અધિકારી હોવાથી ન્યાયની પરિભાષા બદલાઈ ગઈ છે. આવી
 
ફોરેસ્ટ@પાટણઃ પ્રથમ અને અપીલ અધિકારી એક જ વ્યક્તિ બની બેઠા, અરજદારો ફસાયા

અટલ સમાચાર, મહેસાણા

પાટણ વન વિભાગના વહિવટી આલમમાં માહિતી અધિકાર સંદર્ભે ગોઠવાયેલું માળખુ વિસંગતતા ધરાવતું હોવાનું સામે આવ્યું છે. પ્રથમ માહિતી અધિકારી અને અપીલ અધિકારી એક જ વ્યક્તિ હોવાથી અરજદારોને ન્યાય મળવા સામે આશંકાઓ અને સવાલો ઉભા થયા છે. નાયબ વન સંરક્ષક જાહેર માહિતી અધિકારી તેમજ અપીલ અધિકારી હોવાથી ન્યાયની પરિભાષા બદલાઈ ગઈ છે. આવી સ્થિતિમાં પાટણ વન વિભાગની પારદર્શકતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

પાટણ વન વિભાગમાં મહિને સરેરાશ 15 થી 20 અરજીઓ માહિતી મેળવવા માટે આવી રહી છે. જેમાં અરજદારો જાહેર માહિતી અધિકારી તરીકે પત્ર લખે ત્યારે અને નારાજ બની પ્રથમ અપીલ કરે ત્યારે એક જ અધિકારીની સહી જોઈ ચોંકી ઉઠ્યા છે. એટલે કે માહિતી આપનાર અને તેના વિરુદ્ધની સુનાવણી કરનાર એક જ અધિકારી હોવાથી માહિતીના ન્યાયમાં વિસંગતતા ઉભી થઈ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પાટણ વન વિભાગના નાયબ વન સંરક્ષક જે.જે.રાજપૂત જાહેર માહિતી અધિકારી અને પ્રથમ અધિકારી બની બેઠા હોવાથી અરજદારો ભારે મૂંઝવણમાં મુકાયા છે. મોટાભાગની પ્રથમ અપીલ અરજીઓ અગાઉની અરજીના પ્રતિભાવને ધ્યાનમાં લઈને સુનાવણી કરતા હોઈ આરટીઆઈ એક્ટીવીસ્ટોની હાલત સુડી વચ્ચે સોપારી જેવી બની છે.

ઉલ્લેખનીય છે કે, માહિતી અધિકાર અધિનિયમ મુજબ જાહેર માહિતી અધિકારી અને પ્રથમ અપીલ અધિકારી અલગ અલગ હોવા સામે પાટણ વન વિભાગમાં એક જ વ્યક્તિ હોવાથી કાયદાની જોગવાઈનો ભંગ થઈ રહ્યો છે.