બનાસકાંઠા: ACFની જવાબદારીમાં ફેરફાર મુદ્દે અધિકારીઓનું ભેદી મૌન

અટલ સમાચાર, મહેસાણા બનાસકાંઠા વનવિભાગમાં રાજ્ય સરકારના ઓર્ડર બાદ આવેલા એસીએફની જવાબદારી બદલાઈ જતાં મામલો ગરમાયો છે. નાયબ વન સંરક્ષક ગંગાશરણના નિર્ણય બાદ સામે આવેલા અહેવાલને પગલે છેક અ ગાંધીનગરભેદી મૌન શંકા ઘેરી બનાવી રહ્યું છે. સમગ્ર મામલો વહીવટી સુપર પાવરનો બનતો જાય છે. સાબરકાંઠા જિલ્લા વન વિભાગથી મદદનીશ વન સંરક્ષક જાલંધરાને બનાસકાંઠા જિલ્લા વન
 
બનાસકાંઠા: ACFની જવાબદારીમાં ફેરફાર મુદ્દે અધિકારીઓનું ભેદી મૌન

અટલ સમાચાર, મહેસાણા

બનાસકાંઠા વનવિભાગમાં રાજ્ય સરકારના ઓર્ડર બાદ આવેલા એસીએફની જવાબદારી બદલાઈ જતાં મામલો ગરમાયો છે. નાયબ વન સંરક્ષક ગંગાશરણના નિર્ણય બાદ સામે આવેલા અહેવાલને પગલે છેક અ ગાંધીનગરભેદી મૌન શંકા ઘેરી બનાવી રહ્યું  છે. સમગ્ર મામલો વહીવટી સુપર પાવરનો બનતો જાય છે.

સાબરકાંઠા જિલ્લા વન વિભાગથી મદદનીશ વન સંરક્ષક જાલંધરાને બનાસકાંઠા જિલ્લા વન વિભાગમાં મૂકવામાં આવ્યા છે. જ્યાં તેમને વાઈલ્ડ લાઈફની જવાબદારી રાજ્ય સરકારે આપી હતી. જોકે ગણતરીના દિવસોમાં બનાસકાંઠા ડીસીએફ ગંગાશરણે એસીએફ જાલંધરાને મોબાઇલ સ્ક્વોર્ડની જવાબદારી આપતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

રાજ્ય સરકારને સત્તા છે તેવો આદેશ ડીસીએફ ગંગાશરણે કરતાં એસીએફ જાલંધરાએ સખત નારાજગી દર્શાવી હતી. જેના અહેવાલ બાદ જિલ્લા વન વિભાગથી લઈ રાજ્યના અધિકારીઓ સ્તબ્ધ થઇ ગયા છે. સમગ્ર મામલે વધુ જાણકારી મેળવતાં મોટાભાગના અધિકારીઓએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.