બનાવટ@ગઢ: મૃતકની સહી કરી સંયુક્ત જમીન ઉપર લોન લીધી, 8 વિરુદ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર,પાલનપુર કોરનાકાળ વચ્ચે ગઢ પોલીસ મથકે ખોટી સહિનો ઉપયોગ કરી લોન લીધી હોવાનો ગુનો દાખલ ચકચાર મચી ગઇ છે. ફરીયાદમાં એક નોટરી સહિત 8 ઈસમો વિરુદ્ધ ફરીયાદ થતાં પંથકમાં હડકંપ મચી ગયો છે. આરોપીઓએ ભેગા મળી ફરીયાદી અને મૃતકની ખોટી સહીઓ અને ખોટું સોગંદનામુ કરી લોન મેળવી હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ થયો છે. અટલ સમાચાર
 
બનાવટ@ગઢ: મૃતકની સહી કરી સંયુક્ત જમીન ઉપર લોન લીધી, 8 વિરુદ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર,પાલનપુર

કોરનાકાળ વચ્ચે ગઢ પોલીસ મથકે ખોટી સહિનો ઉપયોગ કરી લોન લીધી હોવાનો ગુનો દાખલ ચકચાર મચી ગઇ છે. ફરીયાદમાં એક નોટરી સહિત 8 ઈસમો વિરુદ્ધ ફરીયાદ થતાં પંથકમાં હડકંપ મચી ગયો છે. આરોપીઓએ ભેગા મળી ફરીયાદી અને મૃતકની ખોટી સહીઓ અને ખોટું સોગંદનામુ કરી લોન મેળવી હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના બદરપુરા(ખો) ગામના લવજીભાઇ હીરાભાઇ આંજણાએ ગઢ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. જેમાં બદરપુરા ગામની સીમમાં લવજીભાઈ સાથે પરથીભાઇ, કશીબેન, જેઠીબેન, જીતુબેન અને હંસીબેનના નામે સંયુક્ત જમીન આવેલી છે. આ જમીન ઉપર પરથીભાઇએ ખોટું એકરારનામું કરી લવજીભાઇ સહિત અન્ય ખાતેદારોની ખોટી સહીઓ કરી બદરપુરા(ખો) ધી સેવા સહકારી મંડળીમાંથી પ્રથમ રૂ.35,500 અને ત્યારબાદ 1,00,000નું ધિરાણ લીધેલ હતુ. આ સાથે સંયુક્ત માલિકીવાળી જમીનના રેકર્ડમાં તપાસ કર્યા વગર કામગીરી કર્યો હોવાનું જણાવી મંડળીના મંત્રી અને ચેરમેન વિરુદ્ધ સવાલો ઉભા કર્યા છે.

બનાવટ@ગઢ: મૃતકની સહી કરી સંયુક્ત જમીન ઉપર લોન લીધી, 8 વિરુદ્ધ ગુનો દાખલ

ફરિયાદ મુજબ તમામ આરોપીઓએ ભેગા મળી સ્ટેમ્પ ઉપર ખોટી સહીઓવાળું સંમતિપત્રક તૈયાર કરી ખરા તરીકે ઉપયોગ તેનો ઉપયોગ કર્યો હોવાનું લખાવ્યું છે. જેમાં ખોટી નોટરી કરાવી હોય નોટરી કરનાર વિરુદ્ધ પણ ગુનો નોંધાવ્યો છે. ફરીયાદી લવજીભાઇ આંજણાએ આઠ લોકોના નામજોગ ગઢ પોલીસ મથકે ફરીયાદ આપી છે. આથી ગઢ પોલીસે તમામ આરોપીઓ સામે આઇપીસીની કલમ 465, 467, 468, 471, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

પરથીભાઇ ચેલાભાઇ આંજણા(જુડાળ)
ગીરીશભાઇ પરથીભાઇ જુડાળ
કેશવભાઇ પરથીભાઇ આંજણા(જુડાળ)
પરથીભાઇ અભુભાઇ મોર
દલસંગયભાઇ ભગવાનભાઇ મોર
મનજીભાઇ ફતાભાઇ રાતડા
લક્ષ્મણભાઇ કાનજીભાઇ જુડાળ, તમામ રહે.બાદરપુરા(ખો), તા.પાલનપુર,જી.બનાસકાંઠા
નોટરી ભેમજીભાઇ જી.ચૌધરી, રહે.જગાણા, તા.પાલનપુર, જી.બનાસકાંઠા