બનાવટ@વિસનગર: અધિકારી હોવાનું કહી 46 મહિલા સાથે ઠગાઇ, સરકારી યોજનાના નામે લલચાવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર વિસનગર પંથકમાં એકસાથે અનેક મહિલાઓ સાથે ઠગાઇનો ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્થાનિક ઈસમે સરકારી અધિકારી તરીકેનો ખોટો પરિચય આપી વિશ્વાસ ઉભો કર્યો હતો. જેમાં મહિલા આર્થિક વિકાસ નિગમની યોજના હેઠળ મહિલાઓને પગભર કરવા ટ્રેનિંગ આપવામાં આવશે. આ દરમ્યાન માસિક સ્ટાઇપેન્ડ આપવાની વાત પણ કરી હતી. જોકે કેટલાક સમય સ્કીમ
 
બનાવટ@વિસનગર: અધિકારી હોવાનું કહી 46 મહિલા સાથે ઠગાઇ, સરકારી યોજનાના નામે લલચાવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર

વિસનગર પંથકમાં એકસાથે અનેક મહિલાઓ સાથે ઠગાઇનો ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્થાનિક ઈસમે સરકારી અધિકારી તરીકેનો ખોટો પરિચય આપી વિશ્વાસ ઉભો કર્યો હતો. જેમાં મહિલા આર્થિક વિકાસ નિગમની યોજના હેઠળ મહિલાઓને પગભર કરવા ટ્રેનિંગ આપવામાં આવશે. આ દરમ્યાન માસિક સ્ટાઇપેન્ડ આપવાની વાત પણ કરી હતી. જોકે કેટલાક સમય સ્કીમ જેવો માહોલ ઉભો કરી 46 મહિલા સભ્યના પૈસા લઈને બનાવટ કરી હતી. આથી વિસનગર તાલુકાની મહિલાએ ઘાઘરેટના ઈસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાની કાંસા એન.એ ગામે રહેતા પારૂલબેન સક્સેના છેલ્લા કેટલાક સમયથી સખીમંડળ સાથે જોડાયેલા છે. આ દરમિયાન સખીમંડળના સભ્ય મારફતે ઘાઘરેટ ગામના રમેશ વિરચંદભાઇ ચાવડા સાથે પરિચયમાં આવ્યા હતા. આ રમેશ ચાવડાએ પોતે રાજ્ય સરકારના મહિલા આર્થિક વિકાસ નિગમનાં અધિકારી તરીકેનો પરિચય આપ્યો હતો. જેમાં પોતે મહિલાઓ માટેની સ્વરોજગારલક્ષી યોજના હેઠળ મદદરૂપ થશે તેવો વિશ્વાસ આપ્યો હતો. જેમાં મહિલાઓનું ગૃપ બનાવી દરેક પાસે રૂ. 300 જમા લેવડાવી ટ્રેનિંગ આપી પારૂલબેનને સંચાલિકા બનાવાનું કહ્યું હતું. આથી પારૂલબેને કુલ 46 મહિલા સભ્યો બનાવી કુલ 13,800 રકમ ભેગી કરી રમેશ ચાવડાને આપી હતી. આ પછી એક મહિનો ટ્રેનિંગ આપ્યા બાદ પારૂલબેને સ્ટાઇપેન્ડ અને મકાનનું ભાડું સહિતનાની વાત કરી હતી. જોકે રમેશ ચાવડાએ વાતને વારંવાર અવગણના કરતાં શંકા બની હતી. આથી પારૂલબેને પોતાની કોઠાસૂઝ અને બુદ્ધિશક્તિથી તપાસ કરતાં છેતરપિંડી થઈ હોવાનું પકડાયું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતું કે, રમેશ ચાવડાએ સરકારમાંથી ગ્રાન્ટ નથી આવી હોવાનું કહી વાત ટાળી હતી. જેથી પારૂલબેને તપાસ કરતાં રમેશ ચાવડા કોઈ સરકારી અધિકારી નથી તેમજ ખેરાલુ તાલુકામાં પણ આવી રીતે મહિલાઓ સાથે બનાવટ કરી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી પારૂલબેને મહેસાણા પોલીસ વિભાગમાં અરજી આપી તપાસની રજૂઆત કરી હતી. આથી પોલીસે પારૂલબેનને બોલાવી પૂછતાં સમગ્ર મામલે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ થઈ છે. જેમાં વિસનગર તાલુકાના ઘાઘરેટ ગામનાં રમેશ ચાવડાએ ખોટા સરકારી અધિકારી બની મહિલાઓને પગભર થવાની લાલચ આપી રકમ મેળવી બનાવટ કરી હોવાનો ગુનો દાખલ થયો છે. આથી વિસનગર શહેર પોલીસે આરોપી સામે આઇપીસી કલમ 406, 420 અને 170 મુજબ ફરિયાદ રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.