આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણાની ઉંઝા સીટના કોંગ્રેસી ધારાસભ્ય આશાબેન પટેલે ઊંઝા એપીએમસીના રાજકારણે લઇને તેમજ પાર્ટીના આંતરિક વિખવાદને લઇને પાર્ટીના તમામ પદ પરથી તેમજ ધારાસભ્ય પદ પરથી ગત 2જી ફેબ્રુઆરી 2019ના રોજ રાજીનામું આપી દીધું હતું.

જોકે સુત્રો પાસેથી મળતી માહીતિ અનુસાર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ આવતીકાલે ભાજપનો ખેસ ધારણ કરશે તેવી ભાજપના હોદેદારોમાં ચર્ચાઓ ચાલી રહી છે. મહેસાણાની ઊંઝા સીટના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ આવતી કાલે પાટણથી ભાજપમાં જોડાઇ શકે છે.

File Photo

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભાજપ દ્વારા આવતીકાલે પાટણની કે.સી.પટેલ વિધ્યા સંકૂલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, હરિયાણાના મુખ્યમંત્રી મનહરલાલ ખટ્ટર અને પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ સહિત ભાજપના મહાનુભાવો હાજરી આપવાના છે. તે દરમિયાન આશાબેન પટેલ ભાજપ હરિયાણાના મુખ્યમંત્રી મનહરલાલ ખટ્ટની હાજરીમાં ભગવો ખેસ ધારણ કરશે. જેને લઇ ભાજપના હોદેદારોમાં આશાબેન પટેલ ભાજપમાં જોડાઇ શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આશાબેન પટેલના ભાજપમાં જોડાવવાની વાતથી ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળી રહ્યો છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code